1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદની સિવિલ હોસ્પિટલની ‘મા વાત્સલ્ય’ મિલ્ક બેંકે 451 શિશુઓને આપ્યું નવજીવન
અમદાવાદની સિવિલ હોસ્પિટલની ‘મા વાત્સલ્ય’ મિલ્ક બેંકે 451 શિશુઓને આપ્યું નવજીવન

અમદાવાદની સિવિલ હોસ્પિટલની ‘મા વાત્સલ્ય’ મિલ્ક બેંકે 451 શિશુઓને આપ્યું નવજીવન

0
Social Share

અમદાવાદ, 9 મે 2026: ‘Maa Vatsalya’ Milk Bank gave new life to 451 babies  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. મધર્સ ડે ના પવિત્ર અવસરે, અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંક’ માતૃત્વની કરુણા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના સતત પ્રોત્સાહનથી આ મિલ્ક બેંક આજે અનેક નબળા અને અધૂરા માસે જન્મેલા બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

સિવિલ હોસ્પિટલની ‘માં વાત્સલ્ય’ મિલ્ક બેંકના ઇન્ચાર્જ ડૉ. સુચેતા મુનશીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, “માતાનું ધાવણ એ નવજાત શિશુ માટે અમૃત સમાન છે. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે શરૂ થયેલી આ મિલ્ક બેંકમાં અત્યાર સુધીમાં ૨૦૪૨ માતાઓએ પોતાના સંતાનોની સાથે સાથે અન્ય જરૂરિયાતમંદ બાળકો માટે પણ ધાવણનું દાન કર્યું છે. મા વાત્સલ્ય મિલ્ક બેંક’ માં કુલ ૪૩૪ લીટર ધાવણ દાનમાં મળ્યું છે, જેના કારણે ૪૫૧ નવજાત શિશુઓને નવજીવન મળ્યું છે.

મધર્સ ડે નિમિત્તે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ આ તમામ દાતા માતાઓને સલામ કરતા જણાવ્યું કે, આ સેવા માત્ર આરોગ્ય લક્ષી નથી, પરંતુ માનવતાનું જીવંત ઉદાહરણ છે. સરકારના પ્રયાસો અને સમાજની આ સંવેદનાને કારણે આજે સેંકડો બાળકો સ્વસ્થ જીવન તરફ ડગ માંડી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બી. જે. મેડિકલ કોલેજ એલમ્ની એસોસિએશન તથા પંડ્યા ફાઉન્ડેશનના સહયોગથી સ્થાપિત આ બેંક ખાસ કરીને એવા બાળકો માટે વરદાન છે. જેમની માતા બીમાર હોય અથવા કોઈ કારણસર સ્તનપાન કરાવી શકતી ન હોય તેમના માટે *મા વાત્સલ્ય મિલ્ક બેંક* કાર્યરત છે. માતાના દૂધના કારણે જ નવજાત બાળકમાં રોગપ્રતિકારક શક્તિ તેમજ બાળકનો  શારીરિક અને માનસિક   વિકાસ થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code