સુરત, 30 એપ્રિલ 2026: Bank employees were unaware of the alarm system શહેરના વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ સ્થિત એસબીઆઈ બેંકની વરાછા બ્રાન્ચમાં ગત તા. 27 એપ્રિલ સોમવારે ભરબપોરે 50 લાખની રોકડની સનસનાટીભરી લૂંટ થઈ હતી. લૂંટના બનાવના ત્રણ દિવસ બાદ પોલીસ લૂંટારૂ શખસોનું પગેરૂ મેળવી શકી નથી. લૂટની ઘટના બની ત્યારે કેશ લઈને કેશવાન આવી હતી. અને તેનો ગનમેન કેશવાન નજીક બહાર જ હતો. તેથી શંકાને આધારે પોલીસે ગનમેનની પૂછતાછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં બીજી એવી હકિકત જાણવા મળી છે કે, બેંકમાં લગાવેલા બર્ગલર એલાર્મ સિસ્ટમ કઈ રીતે વાગે તેનાથી બેંક સર્વિસ મેનેજર સહિતનો સ્ટાફ અજાણ હતો. બેંકમાં લગાવેલ જૂનો એલાર્મ એકવાર દબાવાથી વાગી જતા હતા. પરંતુ હવેના બેંકના નવા બર્ગલર એલાર્મને થોડીકવાર દબાવી રાખ્યા બાદ જ વાગે છે. આ અંગેની જાણ બેંકના કર્મીઓને નહોતી, લૂંટ સમયે સર્વિસ મેનેજર સહિત બે લોકોએ લૂંટારાઓની નજર ચૂકવી ત્રણવાર બર્ગલર એલાર્મ દબાવ્યો હતો.
શહેરના વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ સ્થિત SBI બેંકની વરાછા બ્રાન્ચમાં ગઈ તા, 27 એપ્રિલ સોમવારે બપોરે 6થી વધુ લૂંટારુઓ ત્રણ બાઇક પર આવીને બેંકની અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ લૂંટારૂઓએ પિસ્તોલના નાળચે બેંક સ્ટાફને અને ગ્રાહકોને ડરાવી ધમકાવી, બંધક બનાવી કેશ કાઉન્ટરમાં રહેલ રોકડ 12 લાખ, સીએમએસના કર્મચારીઓ પાસેથી મળી રોકડ 50 લાખ અને કર્મચારીઓના મોબાઈલ ફોન લૂંટીને બાઈકો પર ફરાર થઈ ગયા હતા. આ લૂંટ પ્રકરણમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે બેંકના સર્વિસ મેનેજર સહિત બેંક સ્ટાફ બેંકમાં લગાવેલ બર્ગલર એલાર્મ (બેંકમાં ચોરી કે લૂંટ જેવી કટોકટીની સ્થિતિમાં વપરાતા એલાર્મ) અંગે જાણકારી જ હતી. લૂંટ સમયે સર્વિસ મેનેજર અને ત્યાંના એક કર્મીએ આરોપીની નજર ચૂકવી ત્રણથી વધુ વખત બર્ગલર એલાર્મ બટન દબાવી એલાર્મ વગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બર્ગલર એલાર્મ વાગ્યો નહોતો. બેંકમાં લગાવેલ જૂનો એલાર્મ એકવાર દબાવાથી વાગી જતા હતા. પરંતુ હવેના બેંકના નવા બર્ગલર એલાર્મને થોડીકવાર દબાવી રાખ્યા બાદ જ વાગે છે. આ અંગેની જાણ બેંકના કર્મીઓને નહોતી. જો આ અંગેની જાણ બેંક સર્વિસ મેનેજર સહિત સ્ટાફને હોત તો આ લૂંટ સમયે બેંક મેનેજર સહિત બે લોકોએ બર્ગલર એલાર્મ વાગ્યો હોત અને આ બનાવ અંગેની જાણ પોલીસને વહેલી તકે થઈ હોત. જેનાથી લૂંટારૂ શખસોને શખસોને પકડવામાં પોલીસને સફળતા મળી હોત.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ બપોરે 1:54 વાગ્યે CMS સિક્યોરિટીના કર્મચારીઓ 40 લાખ રૂપિયા લઈને બેંકમાં પહોંચ્યા હતા. કર્મચારીઓ જેવી કેશ લઈને અંદર આવ્યા, તરત જ લૂંટારૂઓએ તેમને ઘેરી લીધા હતા અને 40 લાખમાંથી 38 લાખની લૂંટ કરી હતી. જોકે, બે લાખ રૂપિયા કેશવાનમાં રહી ગયા હતા. આ દરમિયાન, કેશવાન સાથે આવેલા બે ગનમેનમાંથી એક ગાડીમાં હતો અને બીજો બહાર ફરતો હતો, પરંતુ તેમણે લૂંટારૂઓને અટકાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. પોલીસે ગનમેનની પૂછતાછ કરી છે.


