1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કરજણ નજીક પેપરમિલમાં લાગેલી ભીષણ આગ પર 15 કલાકે કાબુ મેળવાયો
કરજણ નજીક પેપરમિલમાં લાગેલી ભીષણ આગ પર 15 કલાકે કાબુ મેળવાયો

કરજણ નજીક પેપરમિલમાં લાગેલી ભીષણ આગ પર 15 કલાકે કાબુ મેળવાયો

0
Social Share

વડોદરા, 30 એપ્રિલ 2026: The massive fire at a paper mill  જિલ્લાના કરજણ તાલુકાના ધાવટ રોડ પર આવેલી કાનમ પેપર મિલમાં બુધવારે બપોર બાદ ભયંકર આગ લાગી હતી. પેપર મિલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોચીને આગનું વિકરાળ રૂપ જોતા મેજર કોલ જાહેર કર્યો હતો. જેથી વડોદરા ઉપરાંત કરજણ ફાયર બ્રિગેડ, ભરૂચ ફાયર, તેમજ અંકલેશ્વર GIDC ફાયરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરીમાં જોડાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોની સતત જહેમતથી 15 કલાક બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી છે.

કરજણ ફાયર વિભાગના જણાવ્યા મુજબ તાલુકાના ધાવટ રોડ પર આવેલી કાનમ પેપર મિલમાં બુધવારે બપોર બાદ ભયંકર આગ લાગી હતી. પેપર મિલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ગઈ હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. અને સતત 15 કલાકની જહેમત બાદ આગ પર વહેલી સવારે કાબૂ મેળવ્યો છે. પરંતુ પેપર મિલમાં આગ હોવાથી પુઠ્ઠાના કારણે બુઝાયા બાદ પણ આગ પાછી પકડી લે છે. ગત સાંજે લાગેલી આગ 15 કલાકે કાબૂમાં આવી છે. પરંતુ હજુ ફાયર વિભાગની 6 ગાડીઓ કુલિંગની પ્રોસેસ માટે કામગીરી કરી રહી છે.

આ બનાવમાં આગ બેકાબૂ બની વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગને કાબૂમાં લાવવા માટે કરજણ ફાયર બ્રિગેડ, ભરૂચ ફાયર, વડોદરા ફાયર તેમજ અંકલેશ્વર GIDC ફાયરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરીમાં જોડાઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાબૂમાં લેવા આસપાસની કંપનીઓમાંથી પાણી લાવવામાં આવ્યું હતું.

 ઘટનાના સમાચાર મળતાં જ કરજણ નાયબ કલેક્ટર, DYSP, PI તેમજ કરજણ મામલતદાર સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થળ પર તંગદિલીનું વાતાવરણ જોવા મળ્યું હતું. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code