
- દેશ-વિદેશના ફુલો મુકીને ડિવાઈડને રંગીન બનાવાશે
- ફુલના રોપાને પાણી માટે અન્ડરગ્રાઉન્ડ પાઈપ લાઈન બિછવાશે
- પત્થરના સ્કલ્પચર મુકીને સમગ્ર વિસ્તારની શોભામાં વધારાશે
અમદાવાદઃ શહેરનો સાયન્સ સિટી રોડનું બ્યુટિફિક્શન કરવાનો નિર્ણય લેવાયા બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે. સાયન્સસિટી રોડ પર ઠેર ઠેરે લેન્ડસ્કેપ તૈયાર કરાશે. જેની કામગીરી પૂરજોશમાં ચાલુ થઇ ગઇ છે. આ ફૂલો અને છોડને પાણી પૂરું પાડવા માટે અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન પણ નાંખવામાં આવશે. મ્યુનિ.એ આ પ્રકારે કેટલાક રસ્તા પરના ડિવાઇડર અને રોડની સાઇડ તૈયાર કરી દેવામાં આવી છે. સાયન્સ સિટી રોડ પર બીઆરટીએસના બે સ્ટેશન વચ્ચે ગ્રીન કોરિડોર જોવા મળશે.
શહેરના સાયન્સસિટી રોડ પરની બન્ને સાઈડમાં દેશ-વિદેશના રંગબેરંગી ફુલોના રોપા મુકવામાં આવી રહ્યા છે. ઉપરાંત પત્થરના સ્કલ્પચર પણ મુકાશે જેનાથી સમગ્ર વિસ્તારની શોભામાં વધારો થશે. સમગ્ર વિસ્તારની સુંદરતા વધારવા માટે ફ્લાવર બેડ વિકસાવાશે. વિશેષ રીતે ટેકરા ઉભા કરી ત્યાં ગીચ ઝાડી પણ ઉભી કરાશે. રસ્તાઓ પર છાંયડો આવે તે માટે પણ છાંયડાવાળા વિશેષ છોડ પણ ઉગાડવામાં આવશે. ખાસ કરીને ઇન્સ્ટિટ્યૂશનલ વિસ્તારો જેવી કે કોલેજ કે શાળાઓ પાસે વિવિધ રંગી ફુલોથી આછાદીત વિસ્તાર બનાવાશે. જ્યાં રાહદારીઓ માટે ક્રોસિંગ બનાવાશે. સ્કલ્પચર સાથે ફ્લાવર બેડ તૈયાર થશે.
સાયન્સસિટી રોડ પર સફેદ-ગુલાબી પ્રકારના રોઝ, જાસ્મીન લગાવાશે, જેમાં સફેદ, ગુલાબી પ્રકારના રોઝ બે, સફેદ, પીળા અને ગુલાબી પ્રકારના ચાઇનીઝ ઇક્સરોઆ, તેમજ નારંગી કલરના જંગલ જેરાનમ, નારંગી રંગના વેસ્ટ ઇન્ડિયન જાસ્મીન, અને ગુલાબી કલરના વેસ્ટ ઇન્ડિયન જાસ્મીન લગાવાશે. આ ઉપરાંત લાલ કલરના પોન્ના, લાલ કલરના ઇક્સરોઆ ડીપ રેડ, પીળા રંગના વેસ્ટ ઇન્ડિયન જાસ્મીન, પીળા રંગના ફ્લેમ ઓફ વુડ, હળવા ગુલાબી રંગના જંગલ ફ્લેમ અને લાલ, પીળા, વાદળી, સફેદ, ગુલાબી રંગના લન્ટાના લગાવાશે