1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વલસાડ નજીક રોડ પર કારની ટક્કરથી બાઈકચાલક ફુટબોલની જેમ ફંગોળાયો
વલસાડ નજીક રોડ પર કારની ટક્કરથી બાઈકચાલક ફુટબોલની જેમ ફંગોળાયો

વલસાડ નજીક રોડ પર કારની ટક્કરથી બાઈકચાલક ફુટબોલની જેમ ફંગોળાયો

0
Social Share

વલસાડ, 25 મે, 2026 : Biker thrown like a football after being hit by a car જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વલસાડના કલવાડા ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. બાઈકચાલકે આજુબાજુ જોયા વિના રોડ ક્રોસ કરતા બાઈકને કારે ટક્કર મારતા બાઈકચાલક ફુટબોલની જેમ ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. આ બનાવને લીધે લોકોના ટોળાં એકઠા તઈ ગયા હતા. આ અકસ્માતનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જેમાં બાઇકચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, વલસાડના કલવાડા ચોકડી પાસે સાંજના સમયે એક બાઇકચાલકે આજુબાજુ જોયા વગર કે સામેથી આવતા વાહનની ગતિનો અંદાજ મેળવ્યા વગર અચાનક જ રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન. બાઇકચાલક આડો આવી જતાં કારચાલક બ્રેક મારે તે પહેલા જ બંને વાહન વચ્ચે ધડાકાભેર જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે, બાઇકચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રસ્તેથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા ઇજાગ્રસ્ત બાઇકચાલકને સ્થાનિકોએ બચાવ્યો હતો અને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

 ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતના કારણે રોડ પર જામ થયેલા ટ્રાફિકને હળવો કરાવીને વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો અને ઘટના અંગે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code