મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 29મી મેને શુક્રવારે યોજાશે
ગાંધીનગર, 26 મે, 2026 : CM’s welcome online public grievance redressal program to be held on Friday રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ-રજુઆતોના ઓનલાઈન નિવારણનો દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આ વખતે 29 મે ને શુક્રવારના દિવસે યોજાશે.
રાજ્ય સરકારે ગુરૂવાર તા. 28મી મે ના જાહેર કરેલી બકરી ઈદની જાહેર રજાના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મે-2026નો રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે 29મી મે એ યોજવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કર્તાઓ તા. 29/05/2026ને શુક્રવારે સવારે 8.00થી 11.30 સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ-2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે તા. 29 મે ના બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે તેમજ આવી રજૂઆતોના નિવારણ-ઉકેલ માટે તંત્રવાહકોનું માર્ગદર્શન કરશે.


