Homeગુજરાતીઇરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો નીચલા સ્તરે

ઇરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો નીચલા સ્તરે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે પહોંચી છે. યુદ્ધ વિરામના અહેવાલને પગલે ભારત સહિત વિશ્વભરના શેરબજાર તેજીથી ઝૂમી ઉઠયા છે. સોના -ચાંદી બજારનો ઝળકાટ ઝાંખો પડયો છે. સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો જ્યારે ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત બન્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ માટે સહમતી સંધાઈ હોવાની જાહેરાત કરી હતી. આ જ જાહેરાત બાદ કાચા તેલના આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. તેલની કિંમતો એક સપ્તાહની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઇ છે. કાચા તેલની પુરવઠાની ચિંતાઓ પણ દૂર થઇ છે. બ્રેન્ટ ક્રૂડના વાયદાના વેપારમાં કિંમતોમાં 3.76 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. અમેરિકી વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિએટ ક્રૂડની કિંમતમાં પણ 2.7 ડોલર જેટલો ઘટાડો નોંધાયો હતો. 9 જૂનની તુલનામાં કિંમતો 6 ટકા ઘટી છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સવારે 3:30 વાગ્યે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો દાવો કર્યો હતો. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 કલાકમાં એટલે કે આજથી 6 કલાકમાં સંપૂર્ણ યુદ્ધવિરામ લાગુ થશે. ઈરાન પહેલા 12 કલાક માટે પોતાના શસ્ત્રો છોડી દેશે અને પછી ઇઝરાયલ આગામી 12 કલાક માટે પોતાના શસ્ત્રો છોડી દેશે. તે જ સમયે, ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ ટ્રમ્પના યુદ્ધવિરામ અંગેના નિવેદન પર કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular