
- શાળાની દીવાલો જર્જરિત બની ગઈ છે,
- છતના નળિયા પણ તૂટી ગયા છે,
- શાળાના નવા મકાનની મંજુરી મળી છે પણ કામ શરૂ થતું નથી,
પાલનપુરઃ બનાસકાંઠાના દાંતા તાલુકામાં રાણપુર ઉદાવાસ ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતા બાળકો ભયના ઓથાર હેઠળ ભણી રહ્યા છે. શાળાની દિવાલો જર્જરિત બની ગઈ છે. અને છતના નળિયા ઠેર ઠેર તૂટી ગયા હોવાથી વરસાદમાં પાણી ટપકી રહ્યું છે. આ શાળા 1996-97મા બનેલી છે. જે અત્યારે ખુબજ જર્જરિત હાલત જોવા મળી રહી છે.
દાંતા તાલુકાની રાણપુર ગામની ઉદાવાસ શાળા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. આ શાળામાં 101 બાળકો અભ્યાસ કરે છે. પણ આ બાળકો વરસાદ વચ્ચે ભણવા મજબૂર બન્યા છે. ચાલુ વરસાદે શાળામાં બાળકો ઉપર પાણી પડે છે અને વરસાદમાં બાળકોના ચોપડાઓ ભીંજાય જાય છે. અને તેમના ભણતરમાં પણ અસર પડી રહી છે. આદિવાસી વિસ્તારમાં આવેલી આ ઉદાવાસ પ્રાથમિક શાળાના ઓરડાઓ ઉપરના નીળિયા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. શાળાના આચાર્યના કહેવા મુજબ આ શાળામાં 101 બાળકો ભણે છે અને વરસાદમાં બાળકોના ભણતરમાં અસર પણ પડે છે. તેથી અમે ઉદાવાસ શાળા તરફથી નવીન ઓરડાઓની માંગણી કરી છે અને તેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. નવીન ઓરડાઓ બનાવવાની મંજુરી મળી ગઈ છે. તેનું સત્વરે કામ શરૂ થાય એવી ગ્રામજનો પણ આશા રાખી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠામાં દાંતા તાલુકો આદિવાસી વિસ્તાર ગણાય છે. તાલુકાના અનેક ગામોમાં શાળાઓના સ્થિતિ સારી નથી. આ અંગે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના આ વિસ્તારના સભ્યોએ રજુઆતો કરી છે. રાણપુર ઉદાવાસ ગામની પ્રાથમિક શાળાના નવા મકાન માટે મંજુરી મળી છે. શાળાના મકાનનું સત્વરે કામ શરૂ થયા એવી ગ્રામજનો માગણી કરી રહ્યા છે.
#SchoolInfrastructure #DilapidatedBuilding #RuralEducation #Banaskantha #RanpurVillage #EducationCrisis #PrimarySchool #BuildingApproval #ConstructionDelay #TribalArea #StudentSafety #EducationChallenges #GovernmentApproval #RainySeasonImpact #SchoolRenovation