Homeગુજરાતીગુજરાતગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં અમિત શાહના હસ્તે પદવીઓ અપાશે

ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં અમિત શાહના હસ્તે પદવીઓ અપાશે

અમદાવાદ, 25 ઓગસ્ટ, 2026 : Gujarat Vidyapith’s 72nd convocation ceremony મહાત્મા ગાંધીજીના વિચારોને વરેલી ગાંધીવાદી સંસ્થા એવી ગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ આગામી 27 ઓગસ્ટને ગુરૂવારના રોજ સાંજે 4.30 વાગ્યે વિદ્યાપીઠના કેમ્પસમાં આવેલા પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મુખ્ય અતિથિપદે યોજાશે. આ પદવીદાન સમારોહમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દીક્ષાંત પ્રવચન આપશે.

ગુજરાત વિદ્યાપીઠમાં 7 વિદ્યાશાખાના 18 વિભાગના કુલ 900 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાશે. જેમાં 184 સ્નાતક, 400 અનુસ્નાતક, 232 સ્નાતકોત્તર અભ્યાસક્રમ, 21 અનુસ્નાતક ડિપ્લોમા તથા 63 એમ.ફિલ/પીએચ.ડી. પદવીધારકોને ડિગ્રી અપાશે. તેમજ કુલ પદવીધારકોમાં 441 વિદ્યાર્થિનીઓ અને 459 વિદ્યાર્થીઓ છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે 12 વિદ્યાર્થીને વિદ્યાશાખાના ‘મંદિર ચંદ્રક’ અને વિભાગના ‘ધ્વજ ચંદ્રક’ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરાશે. સમારોહમાં 559 પદવીધારકોને આચાર્ય દેવવ્રત દીક્ષાંત પ્રવચન આપશે. ગૂજરાત વિદ્યાપીઠમાં આ ચંદ્રકોની પસંદગી માત્ર શૈક્ષણિક સિદ્ધિના આધારે નહીં, પરંતુ સર્વાંગી સિદ્ધિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જેમાં સંશોધન-નવીનતા, સાહિત્યિક-સાંસ્કૃતિક અને તકનીકી પ્રવૃત્તિઓ, સામુદાયિક સેવા, NSS-NCC, ઇન્ટર્નશિપ, ક્ષેત્રકાર્ય, નેતૃત્વ, રમતગમત તેમજ નૈતિક આચરણ અને ગાંધીવાદી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા જેવા માપદંડોનોના આધારે ચંદ્રક માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

ગૂજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારોહ દર વર્ષે 18 ઓક્ટોબરના રોજ યોજવાની પરંપરા હતી. તેનું કારણ એ છે કે મહાત્મા ગાંધીએ 18 ઓક્ટોબર 1820ના ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. જેથી સંસ્થાના સ્થાપના દિવસની સ્મૃતિમાં જ દર વર્ષે આ દિવસે પદવીદાન સમારોહ યોજાતો હોય છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી તે પરંપરા તૂટી ગઈ છે. કુલપતિનું માનવું છે કે મુખ્ય અતિથિની અનુકૂળતા પ્રમાણે તારીખમાં ફેરફાર કરાતા હોય છે. જો 18 ઓક્ટોબરના જો મુખ્ય અતિથિની અનુકૂળતા ન હોય તો તેના આધારે તારીખ ગોઠવવી પડતી હોય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular