![મણિપુરમાં આઈઈડી અને રોકેટ સહિતનો વિસ્ફોટક ઝડપાયો](https://www.revoi.in/wp-content/uploads/2024/12/MANIPUR.png)
નવી દિલ્હીઃ મણિપુરમાં હાલ એકંદરે શાંતિની સ્થિતિ છે. બીજી તરફ ફરીથી હિંસાની ઘટના ના બને તે માટે સુરક્ષા દળો દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા હથિયારો ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આઈઈડી, દેસી રોકેટ અને અન્ય વિસ્ફોટક મળી આવ્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, મણિપુરમાં પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન IED, દેશી બનાવટના રોકેટ, દારૂગોળો અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક સૂચના પર કાર્યવાહી કરીને, સુરક્ષા દળોએ ચુરાચંદપુર જિલ્લાના તેજાંગ ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અહીંથી ત્રણ દેશી બનાવટના રોકેટ, એક 303 મેગેઝિન સાથેની રાઈફલ, મેગેઝિન સાથેની ચાર પિસ્તોલ, છ દેશી બનાવટના બોમ્બ અને હલકી ગુણવત્તાની વિસ્ફોટકની 45 છડે અને કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા. લેસિયાંગ ગામમાં સુરક્ષા દળોએ નવ IED અને ડિટોનેટર જપ્ત કર્યા છે. આ ઉપરાંત, ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના મારિંગ સંડાંગસેંગબાની બાજુમાં નગારિયન ટેકરી પર મેગેઝિન સાથે એક 7.62 એમએમ એલએમજી, એક સિંગલ બેરલ ગન, એક 9 એમએમ પિસ્તોલ અને બે ગ્રેનેડ અને અન્ય કારતુસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.