1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખેડા હાઈવે પર વડાલા પાટિયા પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા પિતા- બે પૂત્રના મોત
ખેડા હાઈવે પર વડાલા પાટિયા પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા પિતા- બે પૂત્રના મોત

ખેડા હાઈવે પર વડાલા પાટિયા પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા પિતા- બે પૂત્રના મોત

0
Social Share

અમદાવાદ, 30 માર્ચ 2026: Father and two sons die after truck hits bike નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ખેડા નજીક વડાલી પાટિયા પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર પિતા અને બે પૂત્રોના મોત નિપજ્યા હતા.આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરિવારના માળા સમાન પિતા અને તેમના બે આશાસ્પદ પુત્રોના કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા નવલભાઈ મણીભાઈ શાહ અને તેમના બે સુપુત્રો જયકુમાર તથા જીનેશકુમાર લીંબાસી ખાતે આવેલી પોતાની કાપડની પેઢી પર જવા નીકળ્યા હતા. સવારે આશરે 10:45 વાગ્યે તેઓ પોતાની મોટરસાયકલ પર સવાર થઈને વડાલા પાટીયા કટ પાસેથી હાઈવે ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે  વડોદરાથી અમદાવાદ તરફ પૂર ઝડપે આઈશર ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લીધુ હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક પર સવાર ત્રણેય સભ્યો હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા, અને બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ અકસ્માતમાં જયકુમારને માથાના અને શરીરના ભાગે જીવલેણ ઈજાઓ થતા તેમનું પ્રાણપંખેરું ઘટનાસ્થળે જ ઊડી ગયું હતું. બીજી તરફ નવલભાઈ શાહ અને જીનેશને ગંભીર ઈજાઓને કારણે 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારં પ્રાથમિક સારવાર બાદ પિતા-પુત્રની નાજુક સ્થિતિને જોતા તબીબોએ તેમને તાકીદે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કર્યા હતા. જોકે, વિધિના લેખ કંઈક અલગ જ હતા; ટૂંકી સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસ લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. એક જ પરિવારના ત્રણ સ્તંભો ધરાશાયી થતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code