1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને લીધે રાસાયણિક ખાતરની અછત સર્જવાની દહેશત
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને લીધે રાસાયણિક ખાતરની અછત સર્જવાની દહેશત

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને લીધે રાસાયણિક ખાતરની અછત સર્જવાની દહેશત

0
Social Share

અમદાવાદ, 23 એપ્રિલ 2026: Fears of DAP fertilizer shortage due to war situation in the Middle East ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધ બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા ભારતની આયાત-નિકાસને ફટકો પડ્યો છે. જેમાં મીડિલ ઈસ્ટના દેશોમાંથી આવતા ખાતરના જથ્થામાં ઘટાડો થયો છે પરિણામે ગુજરાતમાં ડીએપી ખાતરની અછતની સ્થિતિ સર્જાઈ છે. વર્ષ 2026માં ખરીફ સિઝન માટે 39 મિલિયન ટન ખાતરની જરૂરિયાત સામે માત્ર 18 મિલિયન ટન જ સ્ટોક છે તે જોતાં આગામી દિવસોમાં ખાતરને લઈને વિકટ સ્થિતિ ઊભી થાય એવી શક્યતા છે.

ગુજરાતમાં રાસાયણિક ખાતરની માગ વધતી જાય છે. ડાય એમોનિયમ ફોસ્ફેટ અને નાઈટ્રોજન ફોસ્ફરસ, પોટેશિયમ પાયાનું ખાતર છે, જ્યારે યુરિયા પૂરક ખાતર છે. એક તરફ ખાતરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, સરકારે સબસિડીમાં ઘટાડો કર્યો છે. તો બીજી તરફ ખેડૂતો માટે સિઝન સમયે ખાતર મેળવવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારતે ખાતર માટે આયાત પર આધાર રાખવો પડી રહ્યો છે. કુલ એનપીકે ખાતરની માંગના માત્ર 65-70 ટકા જ ઘરેલુ ઉત્પાદન દ્વારા પૂર્ણ થાય છે, જ્યારે બાકીના 30-35 ટકા વૈશ્વિક બજારો પર આધાર રાખવો પડે છે. કુલ ખાતરનો વપરાશ 32.6 મિલિયન ટન થયો છે. નાઈટ્રોજનસ ખાતર પણ હજુ પણ આયાત પર આધારિત છે. ફોસ્ફેટિક ખાતરમાં 30-40 ટકા જ્યારે પોટાશમાં 100 ટકા આયાત પર આધાર રાખવો પડે તેમ છે. 2026ની ખરીફ સીઝન માટે 39 મિલિયન ટન માંગ છે, જ્યારે વર્તમાન સ્ટોક માત્ર 18 મિલિયન ટન જ છે. આ જોતાં હજુ ખાતર માટે ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડશે.

ખેડૂત અગ્રણીઓના કહેવા મુજબ છેલ્લા બે વર્ષમાં ખરીફ અને રવિ એમ બંને સિઝનમાં ડીએપી અને યુરિયા ખેડૂતોને મળતું નથી પરિણામે ખેતીને નુકસાન થઈ રહ્યું છે. ‘ખાતરના ભાવ આસમાને છે, ખેડૂતોના ઇનપુટ ખર્ચ વધી ગયા છે અને પાક ઉત્પાદન ઘટવા તથા ખાદ્યપદાર્થોની મોંઘવારીનું જોખમ વધ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code