ભૂજ, 23 ઓગસ્ટ, 2026 : 4 killed in ‘Chhota Hathi’ tempo blast કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર નજીક છોટાહાથી ટેમ્પામાં જોરદાર બ્લાસ્ટ થતા અફરા-તફરી મચી ગઈ હતી. આ ભયાનક ધડાકામાં 2 માસૂમ બાળકો અને તેમના પિતા સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. એક જ પરિવારના સભ્યોના મોતથી આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો ધડાકો આસપાસના દૂરના વિસ્તારો સુધી સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં જ નખત્રાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે બ્લાસ્ટ કયા કારણોસર થયો અને વાહનમાં કઈ સામગ્રીના કારણે આટલો શક્તિશાળી વિસ્ફોટ સર્જાયો તે અંગેનું સત્તાવાર કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
કચ્છના નખત્રાણમાં શનિવારે બનેલી એક ગોઝારી ઘટનાએ પંથકને હચમચાવી દીધું છે. કોટડા જડોદર નજીક ભાગણવાડા વિસ્તારમાં એક છોટા હાથીમાં અચાનક થયેલા પ્રચંડ વિસ્ફોટમાં બે બાળકો સહિત ચાર લોકોનાં મોત નિપજ્યાં છે. મૃતકોમાં બે સગા ભાઈઓ ઉપરાંત ત્રણ વર્ષ આસપાસની ઉંમરના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. એક જ પરિવાર આ દુર્ઘટનાનો ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
આ ઘટનાને નજરે જોનારા લોકોના કહેવા મુજબ ભાગણવાડા વિસ્તારમાં છોટા હાથી ટેમ્પો પસાર થતો હતો તે દરમિયાન તેમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેનો ધડાકો આસપાસના દૂરના વિસ્તારો સુધી સંભળાયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે વાહનના પાછળના ભાગના કુરચેફુરચા ઉડી ગયા હતા. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મૃતકોના નામ મામદ ઈલિયાસ કુંભાર (ઉંમર આશરે 30 વર્ષ) નૂરમામદ ઈલિયાસ કુંભાર (ઉંમર આશરે 26 વર્ષ) હસનેન મામદ (ઉંમર આશરે 3 વર્ષ) અને નૂર ફાતિમા નૂરમામદ (ઉંમર આશરે 3 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ નખત્રાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે બ્લાસ્ટ કયા કારણોસર થયો અને વાહનમાં કઈ સામગ્રીના કારણે આટલો શક્તિશાળી વિસ્ફોટ સર્જાયો તે અંગેનું સત્તાવાર કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણ તપાસ બાદ જ વિસ્ફોટનું ચોક્કસ કારણ બહાર આવી શકશે.


