Homeગુજરાતીગુજરાતઅમદાવાદ એરપોર્ટ પર શારજહાંથી આવેલી મહિલા પાસેથી અડધો કિલો સોનું પકડાયું

અમદાવાદ એરપોર્ટ પર શારજહાંથી આવેલી મહિલા પાસેથી અડધો કિલો સોનું પકડાયું

અમદાવાદ, 24 ઓગસ્ટ 2026 : Half a kilogram of gold was seized from a woman arriving from Sharjah શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ શારજાહથી આવેલી એક પ્રવાસી મહિલાના જેકેટમાંથી 24 કેરેટનું અડધો કિલો સોનું મળી આવ્યુ હતુ. કસ્ટમ વિભાગના અધિકારીઓએ રૂપિયા 83.14 લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત કરીને મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે  23 ઓગસ્ટ 2026ના રોજ એર અરેબિયાની ફ્લાઇટ નંબર G9-418 દ્વારા શારજાહથી અમદાવાદ આવેલી 31 વર્ષીય એક મહિલા પ્રવાસી પર કસ્ટમ્સ અધિકારીઓને શંકા ગઈ હતી. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ મહિલાને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહિલાએ પહેરેલા હાઈ-નેક સ્વેટરની અંદર એક સોનાની ચેઇન છુપાવેલી હોવાનું બહાર આવ્યું હતું. કસ્ટમ્સ અધિકારીઓએ મહિલાના કબજામાંથી 24 કેરેટ શુદ્ધતાવાળી 499.540 ગ્રામ વજનની સોનાની ચેઇન કબજે કરી હતી. જપ્ત કરાયેલા સોનાના દાગીનાની કુલ બજાર કિંમત ₹83,14,843 છે. આ સોનાને કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે.

કસ્ટમ દ્વારા પ્રવાસી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ મહિલા મૂળ ભાવનગરની રહેવાસી હતી. જોકે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગે જણાવ્યું છે કે સોનાની દાણચોરીના આ મામલે વધુ તપાસ ચાલુ છે અને સોનાનો સ્ત્રોત તેમજ તેની પાછળ સંકળાયેલા અન્ય લોકો અંગે તપાસ કરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular