Homeગુજરાતીગુજરાતતળાજાના મથાવડા ગામે ચેકડેમમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, બેના મોત

તળાજાના મથાવડા ગામે ચેકડેમમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, બેના મોત

ભાવનગર, 24 ઓગસ્ટ 2026 : Four youths who went to bathe in a check dam drowned; two died. જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામના ચેકડેમમાં નહાવા પડેલા ચાર યુવાનો અચાનક ઊંડા પાણીમાં ડૂબી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને તળાજા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનો તરવૈયા સાથે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ ચેકડેમના ઊંડા પાણીમાંથી ચારેય યુવાનોને બહાર કાઢ્યા હતા. ચારેય યુવાનોની હાલત ગંભીર હોવાથી તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ચકાસણી કરીને બે યુવાનોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બે યુવાનોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.

 આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામ નજીક આવેલા ચેકડેમમાં નહાવા ગયેલા ચાર યુવાનો અચાનક પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તળાજા ફાયર વિભાગ અને સ્થાનિક કુશળ તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત અને કલાકોની મુશ્કેલ કામગીરી બાદ ચેકડેમના ઊંડા પાણીમાંથી ચારેય યુવાનોને બહાર કાઢ્યા હતા. પાણીમાંથી બહાર કાઢ્યા બાદ ચારેય યુવાનોની હાલત ગંભીર હોવાથી તેમને સૌપ્રથમ તાત્કાલિક સારવાર અર્થે તળાજાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ અને ગહન સારવાર માટે તેમને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ચકાસણી કરીને બે યુવાનોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બે યુવાનોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.

આ બનાવની જાણ થતાં પોલીસ કોફલો દોડી આવ્યો હતો, મૃતકોના નામ મિલનભાઈ ગોવિંદભાઈ શીયાળ (ઉંમર: 19 વર્ષ) અને તુષારભાઈ ગંભીરભાઈ શીયાળ (ઉંમર: 18 વર્ષ) હોવાનું જાણવા મળ્યુ છે. નાની વયના બે યુવાનોના અકાળે અવસાનથી મથાવડા ગામ અને સમગ્ર તળાજા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular