1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 1000 ઈંટનો ભાવ રૂપિયા 7000 કરાતા મકાનો બનાવવા વધુ ખર્ચ કરવો પડશે
1000 ઈંટનો ભાવ રૂપિયા 7000 કરાતા મકાનો બનાવવા વધુ ખર્ચ કરવો પડશે

1000 ઈંટનો ભાવ રૂપિયા 7000 કરાતા મકાનો બનાવવા વધુ ખર્ચ કરવો પડશે

0
Social Share

પાલનપુર, 7 જુન, 2026 Brick prices increase પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લીધે દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે  બનાસકાંઠા ઈંટ ઉત્પાદક એસોસિએશને પણ ઉત્પાદન ખર્ચમાં સતત વધારાને કારણે 1 જૂનથી ઈંટોના ભાવમાં વધારો કર્યો છે. હવે 1000 ઈંટનો ભાવ રૂ. 7,000 ચુકવવવો પડશે. આ ઉપરાતં ભઠ્ઠા પરથી ઈંટો લઈ જવાનો ટ્રાન્સપોર્ટિગ ખર્ચ ગણીએ 100 ઈંટોના રૂપિયા 7000 ઉપરાંતનો વધુ ખર્ચ થશે. એટલે હવે મકાનો બનાવવા મોંઘા પડશે. ઈંટોના ભાવ વધારાથી બિલ્ડિંગની કોસ્ટ પણ વધી જશે.

પાલનપુર સહિત બૃહદ બનાસકાંઠા જિલ્લામાં બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા ગ્રાહકો માટે આ ભાવ વધતો ચિંતાનો વિષય બન્યો છે. ઈંટ ઉત્પાદક એસોસિએશન દ્વારા મજૂરોની અછત, વધતી જતી આર્થિક ખેંચતાણ અને ઉત્પાદન ખર્ચમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે ઈંટોના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે. 01 જૂન 2026થી અમલી બનેલા નવા દર મુજબ હવે ગ્રાહકોએ 1,000 ઈંટ માટે રૂ.7,000 ચૂકવવા પડશે, જેના કારણે આગામી સમયમાં મકાન અને અન્ય બાંધકામ ખર્ચમાં મોટો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. 1,000 ઈંટનો ભાવ રૂ.7,000 નક્કી કરાયો છે. જ્યારે જૂનો ભાવ રૂ.4,500 થી 5,000 આસપાસ હતો.જે-તે વિસ્તાર અને અંતર મુજબ અલગથી ટ્રાન્સપોર્ટ ચાર્જ એડજસ્ટ કરાશે.

ઈંટ ઉત્પાદકોના કહેવા મુજબ  કોલસો અને ડીઝલ મોંઘા થતાં ઈંટના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. ભઠ્ઠા સંચાલનનો ખર્ચ નોંધપાત્ર રીતે વધતા ભાવવધારો અનિવાર્ય બન્યો છે. કોલસાનો ભાવ રૂ.4,900થી વધીને રૂ.5,500 પ્રતિ ટન થયો છે, જ્યારે રાયડાની ફોતરી રૂ.500થી વધીને રૂ.1,000 પ્રતિ વિઘાએ પહોંચી છે. ઉપરાંત ડીઝલના વધતા ભાવથી પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં પણ ભારે વધારો નોંધાયો છે. તેમજ ઈંટ ઉદ્યોગમાં મજૂરી દર રૂ.700 કરાયો છે.  જિલ્લા ઈંટ ઉત્પાદક એસોસિએશને 01 જૂનથી ઈંટ ઉદ્યોગમાં નવા નિયમો જાહેર કર્યા છે. 1,000 ઈંટ દીઠ મજૂરી દર રૂ.700 નક્કી કરાયો છે. મજૂરોના રૂ.10 હજારથી વધુ એડવાન્સ ઉપાડ પર નિયંત્રણ મુકાયું છે. તમામ સભ્યોને નિયમોનું પાલન કરવા સૂચના આપી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code