
ભારતીય બાળકીએ વિદેશી ટેલેન્ટ શોમાં ભારતનું નામ રોશન કર્યું, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ બાળકીની કરી પ્રશંસા
નવી દિલ્હીઃ ભારતના પ્રતિભાશાળી યુવાનો સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં, એક 8 વર્ષની ભારતીય છોકરીએ એક વિદેશી ટેલેન્ટ શોમાં પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા હતા. છોકરીના મંત્રમુગ્ધ કરનાર પ્રદર્શને માત્ર નિર્ણાયકોના દિલ જીતવાની સાથે સોશિયલ મીડિયામાં પણ ટ્રેન્ડીંગ કરી રહી છે. આ સિદ્ધિ પર ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ છોકરીનો વીડિયો શેર કરતી વખતે કંઈક ખાસ લખ્યું છે.
https://x.com/anandmahindra/status/1896384117077631250?s=48
જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક પ્રેરક પોસ્ટ શેર કરી છે જેમાં તેઓ ‘બ્રિટન્સ ગોટ ટેલેન્ટ’ પર પરફોર્મ કરતી 8 વર્ષની બાળકીની પ્રશંસા કરી રહ્યા છે અને તેણીને તેમની પ્રેરણા ગણાવી છે.. આ નાની છોકરી પોતાની પ્રતિભાનો જાદુ ફેલાવવા માટે એક વિદેશી ટેલેન્ટ શોમાં આવી હતી. જેવી તેણીએ સ્ટેજ પર પગ મૂક્યો અને પોતાનું પ્રદર્શન શરૂ કર્યું, પ્રેક્ષકોથી લઈને નિર્ણાયકો સુધી, બધા સ્તબ્ધ થઈ ગયા હતા. છોકરીની પ્રતિભા અને આત્મવિશ્વાસ જોઈને, શોના નિર્ણાયકોએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. હવે આ ટેલેન્ટ શોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. છોકરીની મહેનત અને સમર્પણ જોઈને ભારતીયો ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ઘણીવાર પ્રેરણાદાયી વીડિયો અને સ્ટોરીઓ શેર કરતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા આ છોકરીના પ્રદર્શનથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો અને લખ્યું, “આ ફક્ત એક પ્રદર્શન નથી, પરંતુ તે સાબિત કરે છે કે ભારતની યુવા પેઢી અસાધારણ પ્રતિભાથી ભરેલી છે. આ છોકરી વૈશ્વિક સ્તરે આપણી સંસ્કૃતિ અને પ્રતિભાને ઓળખ અપાવી રહી છે. આ જોઈને ગર્વ થાય છે.”