Homeગુજરાતીકચ્છમાં નરેન્દ્ર મોદીએ ભારતીય જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી

કચ્છમાં નરેન્દ્ર મોદીએ ભારતીય જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી

અમદાવાદઃ સમગ્ર દેશમાં આજે દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં ભારતીય જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમજ જવાનોને મીઠાઈ ખવડાવીને મોઢુ મીઠુ કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્મીના યુનિફોર્મમાં દિવાળીની ઉજવણીમાં જોડાયાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે દિવાળીનો તહેવાર દેશના જવાનોની સાથે જ ઉજવણી કરી છે. દરમિયાન આજે દિવાળી અને સરદાર પટેલ જ્યંતિ નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. સવારે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં હાજર રહ્યાં હતા. કેવડિયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માટે કચ્છ ગયા હતા. જ્યાં તેમણે ભારતીય આર્મીના જવાનો સાથે દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, દેશવાસીઓને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ.. રોશનીના આ દિવ્ય ઉત્સવમાં તમામનું આરોગ્ય તથા સુખમય અને સૌભાગ્યપૂર્ણ જીવનની કામના કરું છું. માં લક્ષ્મીજી અને ભગવાન શ્ર ગણેશજીની કૃપાથી તમામનું કલ્યાણ થાય.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img