સુરેન્દ્રનગર, 24 જુન 2026 : No one can find anyone to repair the British-era tower clock શહેરમાં વર્ષો પહેલા એટલે કે, 1872માં અંગ્રેજ અધિકારી જોર્ડને ટાવર બનાવ્યો હતો. તત્કાલિન સમયે ટાવર પરની ઘડિયાળમાં લોકો સમય જોઈ શકતા હતા. અને ઘડિયાળના ડંકા શહેરભરમાં સંભળાતા હતા. આજે પણ ટાવર એ સુરેન્દ્રનગર શહેરની આગવી ઓળખ છે. પરંતુ ટાવર માટે મહત્વની બાબત હોય તો તે છે ઘડીયાળ. આ ટાવરની ઘડીયાળ છેલ્લા ઘણા સમયથી બંધ છે. ટાવરની ઘડીયાળ રિપેર કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇ નિષ્ણાંત જ નથી. તેના માટે ભાવનગરથી કારીગરોને બોલાવવા પડે છે. ટાવરમાં જુની ઘડિયાળના સ્થાને ઇલેક્ટ્રિક ઘડીયાળ મુકવામાં આવી છે. અને તે પણ બંધ પડી છે.
સુરેન્દ્રનગર શહેરમાં ટાવર 2001ના ભૂકંપમાં પડી ગયો હતો. આથી તેને અજરામર ઉપાશ્રય દ્વારા નવો બનાવીને 2003માં ઘડીયાળના ડંકા રણકતા કરાયા હતા. પરંતુ ઘણા સમયથી ઘડીયાળ બંધ હાલતમાં છે. આથી વહેલી તકે ઘડીયાળ ચાલુ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે.
સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશનને આઠેક મહિના થઈ ગયા છે. સુરેન્દ્રનગર મ્યુનિ. દ્વારા અનેક મુખ્ય રોડ ઉપર રંગરોગાન, સફાઈ કામ થતાં હોય છે. જ્યારે સુરેન્દ્રનગર ઓળખ થતી હોય અજરામર ટાવરની ઘડિયાળ બંધ હાલતમાં હોય અક્ષરો પણ તૂટેલી હાલતમાં હોય ટાવરની અંદર કળશ પણ ગાયબ છે.ત્યારે ટાવરની ઘડિયાળ ચાલુ કરીને ટાવરને રંગરોગાન કરવામાં આવે તેવી શહેરીજનોમાં માગ ઊઠી છે.


