1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જીકાસમાં ઓનલાઈન પ્રવેશ માટે 13 દિવસમાં માત્ર 1.67 લાખ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
જીકાસમાં ઓનલાઈન પ્રવેશ માટે 13 દિવસમાં માત્ર 1.67 લાખ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

જીકાસમાં ઓનલાઈન પ્રવેશ માટે 13 દિવસમાં માત્ર 1.67 લાખ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

0
Social Share

અમદાવાદ, 20 મે, 2026 : Only 1.67 lakh students registered for admission in GCAS રાજ્યમાં ધોરણ-12ના પરિણામ બાદ પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જેમાં સરકારી યુનિવર્સિટીઓ સલગ્ન આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 13 દિવસમાં માત્ર 1,67 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હજુ રજિસ્ટ્રેશનનો એક સપ્તાહ જેટલો સમય બાકી છે. ત્યારે પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટેનો ધસારો વધશે.

 ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે GCAS દ્વારા સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં 100થી વધુ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગત તા. 7 મેથી જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. જે આગામી 28 મે સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. અત્યાર સુધી કુલ 1,67,272 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેની સામે માત્ર 1,32,303 વિદ્યાર્થીઓએ ફી ભરી છે તો તેની સામે માત્ર 63,720 વિદ્યાર્થીઓએ જ ચોઈસ ફિલિંગ કરીને ફાઈનલ સબમિટ આપ્યું છે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓને ઓરીજનલ માર્કશીટ આપવાનો પ્રારંભ કરાયો છે. હજુ પણ ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે માર્કશીટ આવ્યા બાદ રજિસ્ટ્રેશન કરવાની રાહ જોઈને બેઠા છે. કારણ કે આ વર્ષે 4.97 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેની સામે 13 દિવસમાં માત્ર 1.67 લાખ વિદ્યાર્થીઓએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જો કે આ વખતે ઓનલાઈન માર્કશીટ પણ અપલોડ કરવામાં આવી શકે છે. જેથી વિદ્યાર્થીઓને ઓરિઝનલ માર્કશીટની રાહ જોયા વગર ઓનલાઈન માર્કશીટ અપલોડ કરીને પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

જીકાસમાં ઓનલાઈન ફોર્મ ભરતા સમયે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન થાય તે માટે 24 કલાક વિદ્યાર્થીઓ માટે AI હેલ્પલાઇન 07969799680 શરૂ કરવામાં આવ્યો છે. તેમજ અત્યાર સુધી માનવ હેલ્પલાઇન નંબર સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવતો હતો. પરંતુ માનવ હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓને ઇન્ક્વાયરીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો. જેથી વિદ્યાર્થીઓની સમસ્યા દૂર કરવા માટે સમય ઓછી પડી રહ્યો હતો. જેથી હવે માનવ હેલ્પલાઇન નંબરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે માનવ હેલ્પલાઇન 07922880080 નંબર સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓની સમસ્યાનો ઉકેલ લાવી શકાય.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code