અમદાવાદ, 30 ઓગસ્ટ, 2026 : Prime Minister Narendra Modi will visit Gujarat વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરને મંગળવારના રોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરા અને નવસારીમાં બે મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે. જેમાં વડોદરામાં લોકાર્પણ કાર્યક્રમ સાથે જનસભાને સંબોધશે, જ્યારે નવસારીમાં જિલ્લા કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8મી સપ્ટેમ્બરને મંગળવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન વડોદરા અને નવસારીમાં લોકાર્પણ બાદ જાહેરસભાને સંબોધશે. વહિવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી 8મી સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ વડોદરા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમ બાદ જનસભાને સંબોધન કરશે. વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બપોરે 3 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી નવસારી પહોંચશે. નવસારીમાં જિલ્લા કમલમ કાર્યાલયના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સાંજે 4.15 વાગ્યે નવસારી હેલીપેડથી સુરત માટે રવાના થશે. ત્યાર બાદ સાંજે 4.38 વાગ્યે સુરતથી મુંબઈ જવા રવાના થશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને તેમના સ્વાગત અને કાર્યક્રમને સફળ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જઈને સભાસ્થળની મુલાકાત લઈ તૈયારીની સમીક્ષા કરી હતી તેમજ. વડોદરાના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.


