1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં રેલવે સ્ટેશનની બહાર વર્ષો જુના રિક્ષા-ટેક્સી સ્ટેન્ડના ખાનગીકરણ સામે વિરોધ
વડોદરામાં રેલવે સ્ટેશનની બહાર વર્ષો જુના રિક્ષા-ટેક્સી સ્ટેન્ડના ખાનગીકરણ સામે વિરોધ

વડોદરામાં રેલવે સ્ટેશનની બહાર વર્ષો જુના રિક્ષા-ટેક્સી સ્ટેન્ડના ખાનગીકરણ સામે વિરોધ

0
Social Share

વડોદરા, 2 જુલાઈ, 2026 : Protest against privatization of rickshaw-taxi stand શહેરના રેલવે સ્ટેશનની બહાર છેલ્લા 50 વર્ષથી કાર્યરત રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડનું ખાનગીકરણ કરવાનો પશ્વિમ રેલવે દ્વારા નિર્ણય લેવાતા રિક્ષા અને ટેક્સીચાલકોએ ભારે વિરોધ કર્યો છે. વડોદરા શહેર જિલ્લા રિક્ષાચાલક યુનિયન દ્વારા આ મનસ્વી નિર્ણયનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે અને ગાંધીચિન્ધ્યા માર્ગે લડત આપવાનો નિર્ધાર કર્યો છે.

વડોદરા રેલવે સ્ટેશનની બહાર છેલ્લા 50 વર્ષથી કાર્યરત રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડનું ખાનગીકરણ કરવાનો પશ્વિમ રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડ ખાનગી કોન્ટ્રાક્ટરે આપી દેવાશે. આ અંગે રિક્ષા યુનિયનના અગ્રણી બિલાલ પરમારે જણાવ્યું હતું કે, રેલવે પ્રશાસન દ્વારા અગાઉ 10 વર્ષ પહેલાં પણ આ સ્ટેન્ડનું ખાનગીકરણ કરવાનો આવો જ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તે સમયે તમામ રિક્ષા અને ટેક્સી ચાલકોએ એક થઈને મજબૂત અવાજ ઉઠાવતા રેલવે તંત્રને નમવું પડ્યું હતું અને આ લોકવિરોધી નિર્ણય નાબૂદ કરવાની ફરજ પડી હતી. આ વખતે કોઈ સત્તાવાર નોટિસ આપવાના બદલે સીધા કોન્ટ્રાક્ટર દ્વારા જ ટેલિફોનિક અને રૂબરૂ મળીને ખાનગીકરણ અંગેની જાણ કરવામાં આવી છે, જે તંત્રની દાનત સામે મોટા સવાલો ઊભા કરે છે.

રેલવે સ્ટેશનના મહત્વ અંગે વાત કરતા યુનિયને જણાવ્યું કે, વડોદરા રેલવે સ્ટેશન પરથી રોજની અંદાજે 200થી 250 જેટલી ટ્રેનો પસાર થાય છે, જેમાં દૈનિક આશરે 50 હજારથી એક લાખ જેટલા મુસાફરો અહીં ઉતરે છે. સ્ટેન્ડના ખાનગીકરણના કારણે માત્ર રિક્ષા ચાલકોની રોજીરોટી જ નહીં જોખમાય, પરંતુ સામાન્ય મુસાફરો પાસેથી પણ કોન્ટ્રાક્ટર દ્વારા વધુ ચાર્જ વસૂલાય તેવી પૂરી સંભાવના છે, જેનાથી સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code