Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં રવિવારે બપોર બાદ ભારે પવન સાથે પડ્યો વરસાદ

અમદાવાદમાં રવિવારે બપોર બાદ ભારે પવન સાથે પડ્યો વરસાદ

અમદાવાદ, 21 સપ્ટેમ્બર, 2026 : Rain accompanied by strong winds lashed  શહેરમાં રવિવારે બપોર બાદ ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં રવિવારે બપોરના 3થી 4 વાગ્યા સુધીના એક કલાકના સમયગાળામાં પાલડી, વાસણા અને આશ્રમરોડ વિસ્તારમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સરખેજ, જુહાપુરા, વેજલપુર, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી અને જમાલપુર વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. શહેરના સરખેજથી લઈને આશ્રમ રોડ અને વસ્ત્રાપુર, ગુરુકુળ, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જ્યારે શહેરના કાલુપુર, દૂધેશ્વર, માધુપુરા, પ્રેમ દરવાજા, દરિયાપુર, મેમકો, નરોડા, મોટેરા, સાબરમતી, જોધપુર મેમનગર, ઉસ્માનપુરા, વાડજ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

શહેરમાં પડેલા અચાનક જ ભારે વરસાદના પગલે પશ્ચિમના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાવાની શરૂઆત થતાની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કર્મચારીઓ એક્શનમાં આવી ગયા અને સ્થળ પર પહોંચીને પાણીનો નિકાલ શરૂ કરી દીધો હતો. પૂર્વ વિસ્તારના ઓઢવ સોનીની ચાલી વિસ્તારમાં માત્ર અડધો ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular