
અમદાવાદઃ દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણ મંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શત્રપૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે.
સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ આજે સાંજે 7.30 કલાકે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિ કાર્યક્રમમાં હાજરી આપવા સાથે જવાનો સાથે સંવાદ કરશે. બીજી ઓક્ટોબર દશેરાના દિવસે રાજનાથસિંહ લક્કીનાળાં મિલિટરી સ્ટેશન ખાતે મલ્ટિ એજન્સી સુરક્ષા કવાયત નિહાળવા સાથે શત્રપૂજા કરશે. રાજનાથ સિંહના હસ્તે અહી વિવિધ નવિન સુવિધાનું લોકાર્પણ કરાશે.બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણમંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શત્રપૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેવાના છે. ઓપરેશન સિંદૂર બાદ જવાનોના જુસ્સાને બુલંદ કરવા સંરક્ષણમંત્રી મે માસમાં કચ્છ આવ્યા હતા. એ બાદ ચાર માસના ટૂંકાગાળામાં ફરી તેઓ સરહદી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.