Homeગુજરાતીરાજ્યસભાના સાંસદોને મળશે નવા ગેજેટ્સ

રાજ્યસભાના સાંસદોને મળશે નવા ગેજેટ્સ

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદોને વધુ આધુનિક સુવિધા પૂરી પાડવા માટે આ વખતે મોટી ભેટ આપવામાં આવશે. હવે સાંસદોને સ્માર્ટ ટીવી, સ્માર્ટ પ્રોજેક્ટર, પોર્ટેબલ પ્રોજેક્ટર સ્ક્રીન, ટેબ્લેટ, સ્માર્ટ ડિસ્પ્લે, સ્માર્ટ સ્પીકર અને વેરેબલ્સ જેવા લેટેસ્ટ ગેજેટ્સ પણ આપવામાં આવશે. આ નિર્ણય 23 મે, 2025ના રોજ મળેલી એક બેઠક બાદ લેવામાં આવ્યો હતો.

રાજ્યસભા સચિવાલયે કમ્પ્યુટર ઇક્વિપમેન્ટ રૂલ્સ, 2008 હેઠળ કમ્પ્યુટર ઉપકરણોની જોગવાઈઓમાં સુધારાની જાહેરાત કરી છે.આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યસભાના સભ્યોને તેમના કાર્યો અને ફરજો વધુ સારી રીતે નિભાવવા માટે જરૂરી ટેકનોલોજીકલ સાધનો પૂરા પાડવાનો છે. રાજ્યસભાના સભ્યોને “કમ્પ્યુટર ઇક્વિપમેન્ટ માટે રાજ્યસભાના સભ્યોના નાણાકીય હકની યોજના” હેઠળ કમ્પ્યુટર સાધનોની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular