1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં વેડિંગ ગારમેન્ટ્સ ઈન્ડસ્ટ્રીઝ પર સ્ટેટ જીએસટીના દરોડા
ગુજરાતમાં વેડિંગ ગારમેન્ટ્સ ઈન્ડસ્ટ્રીઝ પર સ્ટેટ જીએસટીના દરોડા

ગુજરાતમાં વેડિંગ ગારમેન્ટ્સ ઈન્ડસ્ટ્રીઝ પર સ્ટેટ જીએસટીના દરોડા

0
Social Share
  • નવ શેહેરોમાં એક સાથે પડાયા દરોડા,
  • 43 વેપારીઓને ત્યાંથી 6.70 કરોડની કરચારી પકડાઈ,
  • વર-વધૂના મોંઘાદાટ કપડાના વેપારીઓ પાકા બિલો બનાવતા નહતા

અમદાવાદઃ ગુજરાતમાં લગ્નસરાની સીઝનમાં ઘૂમ લગ્નો યોજાતા હોય છે. જેમાં વર-વધૂના મોંઘાદાટ કપડા ખરીદવામાં આવતા હોય છે. જેમાં કેટલાક વર-વધૂના લાખોની કિંમતમાં ડ્રેસ ડિઝાઈનર પાસે તૈયાર કરાવતા હોય છે. વેડિંગ ગારમેન્ટ્સનો વર્ષે કરોડો રૂપિયાનો કારોબાર હોય છે. પણ સરકારને જીએસટીની પુરતી આવક થતી નથી, તેથી સ્ટેટ જીએસટીના અધિકારીઓએ રાજ્યમાં અમદાવાદ, સુરત સહિત 9 શહેરોમાં 43 વેડિંગ ગારમેન્ટ્સના વેપારીઓને ત્યાં દરોડો પાડવામાં આવ્યા હતા. જેમાં 6.70 કરોડની કરચોરી પકડાઈ છે.

રેડીમેડ વેડિંગ ગારમેન્ટ્સ સેક્ટરમાં થતી કરચોરી એટલે કે બિલ વિનાના થતા વેચાણો અટકાવવા માટે ગુજરાત સ્ટેટ GST વિભાગ સતત કાર્યરત રહે છે. આ દિશામાં સતત લેવાતા પગલાના ભાગરૂપે વિભાગને મળેલ ચોક્કસ બાતમી તથા વિગતવાર વિશ્લેષણને આધારે ગ્રાહકોને ડિઝાઇનર ડ્રેસ સૂટ અને એસેસરીઝ સહિત લગ્નના વસ્ત્રો વેચાણથી કે ભાડે આપવાના વેપાર સાથે સંકળાયેલ કુલ 43 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યના 9 શહેરોમાં  અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, મહેસાણા, આણંદ, નડિયાદ, અમરેલીમાં હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન બિનહિસાબી વેચાણ અને વેરાની ઓછી જવાબદારી દર્શાવવા જેવી ગેરરીતિઓ ધ્યાનમાં આવી હતી અને અંદાજીત રૂ. 6.70 કરોડની વેરાચોરી તથા અંદાજીત રૂ. 8.50 કરોડની જવાબદારી શોધી કાઢવામાં આવી હતી. આગળની તપાસ દરમિયાન આ રકમ વધે એવી શક્યતા છે. રાજ્યના કર વિભાગ દ્વારા સરકારી આવકના રક્ષણ અને વસૂલાત માટે તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

સ્ટેટ જીએસટીના સૂત્રોના કહેવા મુજબ  લગ્ન સહિતનાં તૈયાર કપડાં જે વેચાય છે જેમાં બે રીતે ખેલ થાય છે. હજાર રૂપિયા સુધી પાંચ ટકા ટેક્સ છે અને હજારથી ઉપરનાં કપડાં પર 12 ટકા ટેક્સ છે. પરંતુ અનેક વેપારીઓ મોંઘાં કપડાંને પણ એક હજારથી નીચેના બતાવીને પાંચ ટકા ટેક્સ ભરી દે છે. મેન્યુફેકચરિંગ લેવલથી આ આખી ચેન ચાલી આવે છે, અને અન્ય રાજ્યોમાંથી તૈયાર કપડાં સુરત-ગુજરાતમાં આવે છે જેમાં રાજસ્થાનનો હિસ્સો વધુ છે. આ ઉપરાંત સ્ટીચ અને અનસ્ટીચ કપડાંમાં પણ ખેલ થાય છે. સ્ટીચ કપડાં હોય તો 12 ટકા ટેક્સ છે અને અનસ્ટીચ હોય તો પાંચ ટકા ટેક્સ છે. અનસ્ટીચનાં બિલો બનાવીને પાંચ ટકા જ ટેક્સ કાપવામાં આવે છે. રાજ્યનાં નવ શહેરોમાં 43 વેપારીઓેને ત્યાં હાથ ધરવામાં આવેલા દરોડામાં એસજીએસટી વિભાગે કુલ 6.70 કરોડની કરચોરી શોધી કાઢી હતી. તેમાં રૂપિયા 8.50 કરોડની જવાબદારી પણ શોધી કઢાઈ હતી. હાલ અનેક જગ્યાએ તપાસ ચાલી હોય અને ઢગલાબંધ ડોક્યુમેન્ટ જપ્ત હોઈ આ આંકડો હજી વધી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code