Homeગુજરાતીગુજરાતઅમદાવાદના CG રોડ પર કાર માટે સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગનો પ્રારંભ

અમદાવાદના CG રોડ પર કાર માટે સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગનો પ્રારંભ

અમદાવાદ, 2 સપ્ટેમ્બર, 2026 : Street smart flap parking for cars launched on CG Road  શહેરમાં દરેક વિસ્તારમાં વાહન પાર્કિંગની સમસ્યા વિકટ છે. ત્યારે શહેરના સીજી રોડ પર કાર પાર્કિંગ માટે ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધી આ સુવિધા અંતર્ગત 200 કાર પાર્ક થઈ શકશે. સ્માર્ટ ફ્લેપ પાર્કિંગમાં કાર પાર્ક કરતા જ આપમેળે બેરિયર ઉપર આવી જશે અને કાર લોક થઈ જશે. વાહનચાલકે જ્યારે પોતાનું વાહન લઈને જવું હશે ત્યારે બેરિયર પર લાગેલા ક્યુઆર કોડને સ્કેન કરતા સમય મુજબ ચાર્જની ગણતરી થશે. જેની ઓનલાઈન ચૂકવણી કરતા જ બેરિયર આપોઆપ નીચે જશે અને વાહન અનલોક થઈ જશે.

અમદાવાદ શહેરના સીજી રોડ પર ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો તેને સફળતા મળશે તો અન્ય રોડ પર આવી સિસ્ટમ શરૂ કરવામાં આવશે, શહેરના સીજી રોડ પર સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધીના વિસ્તારમાં 280 ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ થતા કારચાલકોને રાહત થશે. સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમમાં નાગરિકો નિર્ધારિત પાર્કિંગ સ્લોટમાં ફોર-વ્હીલર પાર્ક કરશે ત્યારે સેન્સર આધારિત ઓટોમેટેડ ફ્લેપ બેરિયર આપમેળે ઉપર આવી વાહનને લોક કરશે. વાહન પરત લેતી વખતે પાર્કિંગનો સમય આપમેળે ગણવામાં આવશે. ત્યારબાદ QR કોડ સ્કેન કરીને UPI અથવા અન્ય ડિજિટલ માધ્યમથી પાર્કિંગ ફી ચૂકવ્યા બાદ ફ્લેપ બેરિયર આપમેળે અનલોક થશે અને વાહન સરળતાથી બહાર લઈ જઈ શકાશે.

સૂત્રોના કહેવા મુજબ  સીજી રોડ પર શરૂ કરાયેલી સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમમાં કોઈપણ પ્રકારની રોકડ રકમ સ્વીકારવામાં આવશે નહીં. જો કોઈ અનધિકૃત વ્યક્તિ દ્વારા પાર્કિંગના નામે રોકડની માગણી કરવામાં આવે તો નાગરિકોએ કોઈપણ પ્રકારની રોકડ રકમ આપવી નહીં અને તાત્કાલિક હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયેલી એજન્સીના અધિકૃત કર્મચારીઓ પાસે ઓળખકાર્ડ રહેશે. તેમની ઓળખ માટે તેઓ AMCના લોગોવાળું પીળા રંગનું ટી-શર્ટ પહેરેલા હશે. આ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સુવિધા માત્ર ફોર-વ્હીલર વાહનો માટે ઉપલબ્ધ રહેશે. જ્યાં સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે ત્યાં ટુ-વ્હીલર વાહનો પાર્ક નહીં કરવા માટેની AMC દ્વારા નાગરિકોને સૂચના આપવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular