Homeગુજરાતીગુજરાતસુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, OPDમાં લાઈનો લાગી

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, OPDમાં લાઈનો લાગી

સુરત, 2 સપ્ટેમ્બર, 2026 : Water-borne and mosquito-borne diseases spread શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને લીધે અનેક લોકો વાયરલ બિમારીમાં સપડાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા-ઊલટી અને ટાઈફોડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરની બંને મુખ્ય સરકારી હોસ્પિટલો નવી સિવિલ અને સ્મીમેર ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. માત્ર સરકારી જ નહીં પણ  ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

શહેરમાં કેટલાક વિસ્તારમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મ્યુનિ, કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના નાશ માટે દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાત દૂષિત પાણીની જે વિસ્તારમાંથી ફરિયાદો મળી છે. ત્યાંથી પાણીના નમુના લેવામાં આવ્યા છે. સ્લમ વિસ્તારોમાં લોકોને ઉકાળેલુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

એસએમસીના હેલ્થ વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં ઓગસ્ટ મહિના દરમિયાન નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ 5 મુખ્ય બીમારીઓના કુલ 2330 દર્દીઓ સારવાર માટે પહોંચ્યા હતા. જેમાં સૌથી વધુ તાવના 1600 કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 384 અને ઝાડા-ઊલટીના 143 કેસ સામે આવ્યા છે. ડેન્ગ્યુના 100 અને ટાઈફોઈડના 103 દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લીધી છે.

શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઋતુ બાદ ઠેર-ઠેર ભરાતા પાણી અને ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તંત્ર દ્વારા યોગ્ય સમયે દવાનો છંટકાવ કે ફોગિંગ ન કરાતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે,

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular