1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડામરના ભાવમાં તિતિંગ વધારો થતા સરકારી કાન્ટ્રાક્ટરોની હાલત બની કફોડી
ડામરના ભાવમાં તિતિંગ વધારો થતા સરકારી કાન્ટ્રાક્ટરોની હાલત બની કફોડી

ડામરના ભાવમાં તિતિંગ વધારો થતા સરકારી કાન્ટ્રાક્ટરોની હાલત બની કફોડી

0
Social Share

ગાંધીનગર, 16 એપ્રિલ 2026: The situation of contractors is dire due to the sharp increase in asphalt prices  ઈરાન-ઈઝરાઈલ અને અમેરિકા વચ્ચે યુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશોમાં અછતના એંધાણ વર્તાયા બાદ ક્રુડ ઓઇલમાંથી જ બનતા ડામરની પણ અછત વર્તાઇ છે સાથે ડામરના ભાવમાં પણ તોતિંગ વધારો થતાં સરકારી કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી બની છે. અગાઉ કોન્ટ્રાક્ટના કામોના કોન્ટ્રાક મેળવ્યા બાદ ડામરના ભાવમાં તોતિંગ વધારો થતાં કોન્ટ્રાકરો કામ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી ઘણાબધા સ્થળોએ રોડ બનાવવાના કામો અટકી પડ્યા છે. જેમાં પાટનગર ગાંધીનગરમાં કોન્ટ્રાકટરોને રોડના કામો બંધ કરી દીધા છે.  કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા આ મામલે સરકાર સાથે પરામર્શ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં ઘણાબધા વિસ્તારોમાં રોડના કામો ચાલી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો અને તેને જોડતા મુખ્ય માર્ગોના રીસર્ફેસીંગની કામગીરી પણ ચાલી રહી છે. આ તમામ કામો ચોમાસા પહેલા પુરા કરવાના હોવાથી હાલમાં સૌથી વધુ કામ હાથ પર લેવામાં આવ્યા છે પરંતુ ઇરાન, અમેરીકા અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ થતાં અને હોર્મુઝ સ્ટેટ બંધ થતાં ઇંધણની અછત સર્જાઇ છે. ક્રુડ ઓઇલના ભાવમાં તોતીંગ વધારો પણ થયો છે. રોડ બનાવવા માટે ડામર મુખ્ય ઘટક છે અને તે ક્રુડ ઓઇલમાંથી જ બનતો હોવાથી તેની અછત સર્જાઇ છે. ડામરની આયાત કરવા પર સરકારે અગાઉથી જ પ્રતિબંધ મૂકેલો છે. બીજીતરફ દેશની કંપનીઓ પાસે ડામરથી અછત સર્જાતા ભાવમાં બમણો વધારો થઇ ગયો છે. કોન્ટ્રાક્ટરોએ જે ભાવમાં રોડનું કામ રાખ્યું હતું તે ભાવમાં કામ કરવું હવે તેમને પોષાય તેમ રહ્યું નથી. જેથી તેમણે હાલ અનેક જગ્યાએ કામ અટકાવી દીધા છે. હાલ આ મામલે સરકાર સાથે ભાવ વધારા અંગે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.

ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધના કારણે ડામર તો ઠીક પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પણ અસર પડી છે. જેમ કે, સીએનજી, પીએનજી અને પેટ્રોલ-ડીઝલ સહિતની વસ્તુઓની હજુ સુધી કોઇ અછત સર્જાઇ નથી. પરંતુ આગામી સમયમાં તેની અછત ન સર્જાય તે માટે સરકાર કામગીરી કરી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code