Homeગુજરાતીગુજરાતરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવા નિયમો સાથે ટેટ-1ની પરીક્ષા 14મી ડિસેમ્બરે લેવાશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવા નિયમો સાથે ટેટ-1ની પરીક્ષા 14મી ડિસેમ્બરે લેવાશે

  • તા.29મી ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે,
  • પીટીસી અથવા ચાર વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી કોર્ષ કરેલો હોવો જોઈએ,
  • ટેટ-1ની પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે.

અમદાવાદઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.1થી 5માં પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની ભરતી કરવા માટે શિક્ષક યોગ્યતા કસોટી-1  આગામી તા. 14 ડિસેમ્બરે લેવામાં આવશે. આ કસોટી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો તા.29 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન રહેશે. જ્યારે નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો તા.29 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન રહેશે.

ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1થી 5માં શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 14 ડિસેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવશે. ટેટ-1ની પરીક્ષાને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં પરીક્ષા માટે ઉમેદવારો 29 ઓક્ટોબરથી ઓનલાઈન આવેદનપત્ર ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્ય પરીક્ષા બોર્ડના સૂત્રોના કહેવા મુજબ ટેટ-1 પરીક્ષા માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની કાર્યવાહી 29 ઓક્ટોબરથી શરૂ થશે અને 12 નવેમ્બર સુધી ચાલશે. ફોર્મ ભરવા સાથે નેટ બેંકિંગ મારફતે ફી સ્વિકારવાની કામગીરી પણ 29 ઓક્ટોબરથી જ શરૂ કરી દેવાશે અને 14 નવેમ્બર સુધી ફી ભરી શકાશે.  રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હાલમાં પરીક્ષાની સંભવિત તારીખ 14 ડિસેમ્બર નક્કી કરી છે. ધોરણ-1થી 5ની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે ઉમેદવારોએ નક્કી થયેલી શૈક્ષણિક અને તાલીમી લાયકાત મેળવવી જરૂરી છે. જેમાં ઉમેદવાર ઓછામાં ઓછો ધોરણ-12 પાસ અને તાલીમી લાયકાતમાં બે વર્ષ પીટીસી અથવા ચાર વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી અથવા બે વર્ષનો ડિપ્લોમા ઈન એજ્યુકેશનનો કોર્ષ કરેલો હોવો જોઈએ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી ટેટ-1ની પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે. કસોટીમાં હેતુલક્ષી 150 પ્રશ્નો રહેશે અને તેના જવાબો લખવા 120 મિનીટનો સમય અપાશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img