Homeગુજરાતીગુજરાતબગોદરા-વટામણ હાઈવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બે યુવાનોના મોત

બગોદરા-વટામણ હાઈવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બે યુવાનોના મોત

અમદાવાદ, 2 સપ્ટેમ્બર, 2026 :  Two youths die after truck hits bike  હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ બગોદરા- વટામણ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. આઈસર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. પોલીસે તાત્કાલિક પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, બગોદરા-વટામણ હાઈવે પર અરણેજ ગામ નજીક  સોમવારે બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇકસવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક બંને યુવકો બાઇક પર વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અરણેજ ગામ નજીક પુરપાટ ઝડપે આવી રહેલી આઇસર ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકસવાર બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

 ઘટનાની જાણ થતાં જ બગોદરા 108ની ટીમ અને કોઠ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહને કબ્જે કરીને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. બંને મૃતક યુવકોના પરિવારજનોનો સંપર્ક સાધવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular