1. Home
  2. ગુજરાતી
  3. પેજર બ્લાસ્ટ બાદ અમેરિકા પોતાના 50,000 નાગરિકોને લેબનાનમાંથી બહાર નીકાળશે
પેજર બ્લાસ્ટ બાદ અમેરિકા પોતાના 50,000 નાગરિકોને લેબનાનમાંથી બહાર નીકાળશે

પેજર બ્લાસ્ટ બાદ અમેરિકા પોતાના 50,000 નાગરિકોને લેબનાનમાંથી બહાર નીકાળશે

0
Social Share
  • લેબનોનમાં પેજર બ્લાટ્ બાદ દુનિયાભરની સુરક્ષાઓ એજન્સીઓ વધી સતર્ક
  • લેબનીઝ એરપોર્ટ પર પેજર્સ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ લેબનોનમાં પેજર બ્લાસ્ટ અને હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલની પોસ્ટ પર હુમલા બાદ, અમેરિકા હવે લગભગ 50,000 અમેરિકનોને લેબનોનથી સાયપ્રસ ખસેડવાની યોજના પર કામ કરી રહ્યું છે. અમેરિકાએ આશંકા વ્યક્ત કરી છે કે ઇઝરાયેલ લેબનોનમાં જમીની યુદ્ધ શરૂ કરવાની નજીક છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન, અધિકારીઓ સાથેની બેઠકમાં ચિંતા વ્યક્ત કરી કે, ઇઝરાયેલ “ટૂંક સમયમાં આક્રમણ શરૂ કરી શકે છે.” અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, ઇઝરાયલે દેશના દક્ષિણથી ઉત્તર તરફ વિશેષ દળો અને પેરાટ્રૂપર્સની લશ્કરી ટુકડી તૈનાત કરી છે. આ સૈનિકો ગાઝા પટ્ટીમાં મહિનાઓથી લડી રહ્યા હતા.

17 અને 18 સપ્ટેમ્બરે લેબનોનમાં પેજર અને વોકી-ટોકીમાં થયેલા વિસ્ફોટોમાં ઘણા લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. આ ઘટનાઓ પછી, લેબનોનની રાજધાની બેરૂતના રફિક હરીરી એરપોર્ટથી ઉડતી તમામ ફ્લાઇટ્સ પર પેજર અને વોકી-ટોકીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. લેબનોનની સરકારી સમાચાર એજન્સી એનએનએએ ઉડ્ડયન એજન્સીને ટાંકીને કહ્યું કે મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ તેમની સાથે પેજર અથવા વોકી-ટોકી જેવા ઉપકરણો ન લાવે. જો તેઓ આવા સાધનો સાથે મળી આવશે, તો તેઓ તરત જ જપ્ત કરવામાં આવશે.

તાજેતરમાં લેબનોનમાં વિસ્ફોટ થયેલા પેજર્સનું ઉત્પાદન કરતી જાપાની કંપની આઈકોમે કહ્યું છે કે વિસ્ફોટ થયેલા પેજરના મોડલ છેલ્લા દસ વર્ષથી બનાવવામાં આવ્યા નથી. આઇકોમે જણાવ્યું હતું કે મોડલ IC-V82 2004 અને 2014 વચ્ચે મધ્ય પૂર્વના દેશોમાં નિકાસ કરવામાં આવ્યું હતું. પરંતુ 2014થી તેમની નિકાસ બંધ થઈ ગઈ છે અને ઉત્પાદન પણ બંધ થઈ ગયું છે. વિસ્ફોટના કારણ વિશે વાત કરતા કંપનીએ કહ્યું કે તેઓ જાણતા નથી કે વિસ્ફોટ પાછળનું કારણ શું હોઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code