1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિંહ મારણ કરી મિજબાની માણી રહ્યો હતો ત્યારે લોકોના ટોળાંએ ખલેલ કરતા સાવજ વિફર્યો
સિંહ મારણ કરી મિજબાની માણી રહ્યો હતો ત્યારે લોકોના ટોળાંએ ખલેલ કરતા સાવજ વિફર્યો

સિંહ મારણ કરી મિજબાની માણી રહ્યો હતો ત્યારે લોકોના ટોળાંએ ખલેલ કરતા સાવજ વિફર્યો

0
Social Share

જુનાગઢ, 24 એપ્રિલ 2026: The lion was hunting when the people made a noise and the lion ran away  જંગલ વિસ્તારમાંથી સિંહ શિકારની શોધમાં નજીક આવેલા ગામડાંઓમાં આવી જતા હોય છે. ત્યારે વિસાવદરના રતાંગ ગામમાં રાતના સમયે સિંહ આવી ચડ્યો હતો. અને ગામની શેરીમાં પશુનું મારણ કરી મિજબાની માણી રહ્યો હતો. ત્યારે ગામના લોકોએ મોબાઈલની ફ્લેશ લાઈટ અને સતત અવાજો કરીને સિંહને ખલેલ પહોંચાડતા સિંહ વિફર્યો હતો. અને  અચાનક શિકાર છોડી નજીક ઉભેલી એક બાળકી પાછળ દોટ મૂકતા ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી. સોશિયલ મીડિયામાં પણ મારણ કરતો સિંહનો વિડિયો વાયરલ થયો છે.

આ બનાવની વિગત એવી છે કે, વિસાવદર તાલુકાના રતાંગ ગામે ગઈ રાતના સમયે જંગલમાંથી એક સિંહ શિકારની આવી ચડ્યો હતો. અને ગામની શેરીમાં પશુનું મારણ કરીને મિજબાની માણતો હતો ત્યારે ગામના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અને મોબાઈલમાંથી ફ્લેશ લાઈટ્સ કરીને શોરબકોર કરીને સિંહની પજવણી શરૂ કરી હતી. ગામના કેટલાક લોકો પોતાના મોબાઈલમાં વિડિયો ઉતારવામાં મશગુલ બન્યા હતા. દરમિયાન મોબાઈલની ફ્લેશ લાઈટ્સને લીધે સિંહ વિફર્યો હતો. અને આક્રમક બનેલા સિંહે ટોળાંમાં ઊભેલી એક બાળકી પાછળ દોટ મુકી હતી. આથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. દરમિયાન  લોકોએ દેકારો કરતા સિંહ બાળકીને શિકાર બનાવે તે પહેલા જ પાછો વળી ગયો હતો, પરંતુ આ સેકન્ડોના દૃશ્યોએ જોનારાના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.

ગીરના વનરાજો અને માનવીઓ વચ્ચેના સંઘર્ષની આ ઘટના લાલબત્તી સમાન છે. વન વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં સિંહને શિકાર વખતે ગ્રામજનો ખલેલ પહોંચાડવાનું બંધ કરતા નથી. રતાંગ ગામનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code