1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલિતાણાના મોખડકા ગામની સીમમાં 3 શખસો પિસ્તોલ અને કાર્ટિંસ સાથે પકડાયા
પાલિતાણાના મોખડકા ગામની સીમમાં 3 શખસો પિસ્તોલ અને કાર્ટિંસ સાથે પકડાયા

પાલિતાણાના મોખડકા ગામની સીમમાં 3 શખસો પિસ્તોલ અને કાર્ટિંસ સાથે પકડાયા

0
Social Share

ભાવનગર, 15 એપ્રિલ 2026: 3 men caught with pistols and cartridges  જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલીતાણા તાલુકાના મોખડકા ગામની સીમમાં આવેલી વાડીમાં રેડ કરતાં હથિયારના સોદા માટે ભેગા થયેલા ત્રણેય શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી મેગેઝીનવાળી પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સહિત કુલ રૂ. 20,300નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓને પાલીતાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા, જ્યાં તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી આધારે મોખડકા ગામની સીમમાં વાડી ધરાવતા બહાદુર પોપટ ચૌહાણની વાડીએ રેડ કરી હતી. આ દરમિયાન ત્યાં ત્રણ શખસો ગેરકાયદે હથિયારનો સોદો કરવા માટે આવ્યા હોવાથી તેમને ઝડપી લીધા હતા. જેમાં ભાર્ગવ કલ્યાણભાઈ ધંધુકિયા (ઉંમર વર્ષ 29, રહે ભૂતિયા ગામ, તાલુકો- પાલીતાણા) બહાદુર પોપટભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 46, રહે, મોખડકા ગામ, તાલુકો-પાલીતાણા) અને અનુ જીણા પરમાર (ઉંમર વર્ષ 42, રહે, ભીલવાસ ગરાજીયા રોડ, પાલીતાણા)ને  સ્થળ પરથી મેગઝીનવાળી પિસ્ટલ કિંમત રૂપિયા 20,000 તથા 3 નંગ જીવતા કાર્ટીસ કિંમત રૂપિયા 300 મળી કુલ રૂપિયા 20,300નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોને હથિયાર સાથે પાલીતાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનને હવાલે કરી તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code