Homeગુજરાતીગુજરાતરાજકોટ રેલવે ડિવિઝનમાં એક જ દિવસમાં 342 પ્રવાસી ટિકિટ વિના પકડાયા

રાજકોટ રેલવે ડિવિઝનમાં એક જ દિવસમાં 342 પ્રવાસી ટિકિટ વિના પકડાયા

રાજકોટ, 1 સપ્ટેમ્બર, 2026 :  342 passengers caught without tickets  ટ્રેનોમાં વગર ટિકિટે મુસાફરી કરનારા સામે રાજકોટના રેલવે ડિવિઝન દ્વારા એક દિવસીય ટિકિટ ચેકિંગ ઝૂંબેશ હાથ દરવામાં આવી હતી. જેમાં 342 ટીકીટ વિના મુસાફરી કરતા પ્રવાસીઓ પકડાયા હતા. ટિકિટ ચેકિંગ ઝૂંબેશ દરમિયાન નિયમભંગના  કુલ 551 કેસ નોંધવામાં આવ્યા હતા. અને 551 પ્રવાસીઓ પાશેથી  5.29 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

 રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા એક દિવસીય સરપ્રાઈઝ ચેકિંગ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. પ્રવાસીઓને માન્ય ટિકિટ સાથે પ્રવાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા, વગર ટિકિટે અને અનિયમિત પ્રવાસ કરવાના દૂષણ પર અસરકારક અંકુશ લાવવા તથા રેલવે આવકનું નુકસાન અટકાવવાના હેતુથી સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં 342 ટીકીટ વિના પ્રવાસ કરતા ખુદાબક્ષો સહિત 551 કેસ નોંધાયા હતા. તેમજ રૂ. 5 લાખ કરતા વધુનો દંડ પણ વસુલવામાં આવ્યો હતો. આ ઝુંબેશ દરમિયાન વંદેભારત સહિતની ટ્રેનનાં પ્રવાસીઓની ચકાસણી કરવામાં આવી હતી.

રાજકોટ ડિવિઝનમાં ટિકિટ ચેકિંગ ઝુંબેશ અંતર્ગત વંદે ભારત, એક્સપ્રેસ, સુપરફાસ્ટ, પેસેન્જર અને મેઇલ/ઇન્ટરસિટી ટ્રેનો સહિત ડિવિઝનમાંથી પસાર થતી વિવિધ મુખ્ય ટ્રેનોમાં વ્યાપક ધોરણે ટિકિટ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર (ACM), ટિકિટ ચેકિંગ સ્ટાફ, કોમર્શિયલ ઈન્સ્પેક્ટર અને કોમર્શિયલ વિભાગના અન્ય કર્મચારીઓએ સક્રિયપણે ભાગ લઈને ટ્રેનો અને સ્ટેશનો પર સઘન તપાસ હાથ ધરી હતી.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ ઝુંબેશ દરમિયાન નિયમભંગ કરીને વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષો, ઉચ્ચ શ્રેણીના ડબ્બાઓમાં અનિયમિત રીતે મુસાફરી કરતા મુસાફરો અને બુક કરાવ્યા વગરનો વધારાનો સામાન લઈ જતા લોકો પર ધ્યાન આપવામાં આવ્યું હતું. ઝુંબેશ દરમિયાન વિવિધ નિયમભંગ બદલ કુલ 551 કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં વગર ટિકિટે પ્રવાસ કરતા ખુદાબક્ષ મુસાફરોના 342 કેસમાંથી રૂ. 3,48,185 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોતાની ટિકિટ કરતાં ઉચ્ચ શ્રેણીના કોચમાં અનિયમિત રીતે મુસાફરી કરવા બદલ 206 કેસ નોંધવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રૂ. 1,81,510 નો દંડ વસૂલ કરાયો હતો. તેમજ ક્ષમતા કે નિયમ કરતાં વધુ બુક કરાવ્યા વગરનો સામાન સાથે રાખીને મુસાફરી કરવાના 3 કેસમાંથી રૂ. 150 નો દંડ મેળવવામાં આવ્યો હતો. આમ, આ એક જ દિવસીય આકસ્મિક અને સઘન ચેકિંગ ઝુંબેશ દરમિયાન કુલ 551 કેસમાંથી રૂ. 5,29,845ની આવક થઈ હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular