1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવેલા પાર્સલમાં 467.50 કિલો ગાંજો મળ્યો
અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવેલા પાર્સલમાં 467.50 કિલો ગાંજો મળ્યો

અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવેલા પાર્સલમાં 467.50 કિલો ગાંજો મળ્યો

0
Social Share

અમદાવાદ, 1 જુલાઈ 2026 : 467.50 kg of marijuana found in a parcel from abroad at FPO શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ (એફપીઓ)માં વિદેશથી આવેલી પાર્સલોને સ્કેન કરીને તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે થાઈલેન્ડથી આવેલા પાર્સલમાં કંઈક શંકાસ્પદ વસ્તુ જણાતા પાર્સલને અટકાવ્યું હતું. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પાર્સલને ખોલવામાં આવતા બે પોલીથીન બેગમાં 467.50 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત 50 લાખ ગણવામાં આવી છે. આ પાર્સલ પર લખવામાં આવેલા સરનામાના આધારે કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

 ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે.  તેમાંય વિદેશથી ઘુસાડાતા ડ્રગ્સમાં ગાંજાનું પ્રમાણ વધુ હોય છે. ડ્રગ્સ માફિયાઓ અવનવી તરકીબો અપનાવીને ડ્રગ્સ કે ગાંજાનો જથ્થો ઘૂંસાડતા હોય છે.  પોસ્ટમાં પાર્સલ મારફતે પણ ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ફોરેન પોસ્ટ ઓફિસ મારફતે પાર્સલો મોકલવામાં આવ્યા હતા. આ પાર્સલ પર સરનામું પૂરતું લખવામાં આવતું નહીં હોવાથી તપાસ અટકી જાય છે. પકડાયેલા શંકાસ્પદ ગાંજાની આંતર રાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે અંદાજે કિંમત 50 લાખ આંકવામાં આવે છે.

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં (એફપીઓ)માં ગઈ તા. 29 જૂનના રોજ આયાતી પાર્સલની નિયમિત તપાસ દરમિયાન, અધિકારીઓએ થાઇલેન્ડથી આવેલા એક શંકાસ્પદ પાર્સલને અટકાવ્યું હતું. પાર્સલમાં “લાકડાના બ્લોક્સ” હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પાર્સલમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે, પાર્સલ કાર્ટન બોક્સ હતું જેમાં શંકાસ્પદ પ્રતિબંધિત માલ ગાંજોથી ભરેલા 2 પોલીથીન પેકેટ હતા. પોલીથીન પેકેટ સાથે શંકાસ્પદ માલ ગાંજોનું કુલ વજન 467.50 ગ્રામ છે. આંતર રાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે એક કિલો ગાંજાની કિંમત એક કરોડ ગણવામાં આવે છે. પરંતુ આ પાર્સલમાંથી 467.5 ગ્રામ હોવાથી 50 લાખની કિંમત ગણી શકાય.

એનડીપીએસ એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પાર્સલ પર લખવામાં આવેલા સરનામાના આધારે કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code