1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સિન્ધી બજારની 68 દુકાનો કપાતમાં જશે, રથયાત્રા બાદ ડિમોલિશન કરાશે
અમદાવાદમાં સિન્ધી બજારની 68 દુકાનો કપાતમાં જશે, રથયાત્રા બાદ ડિમોલિશન કરાશે

અમદાવાદમાં સિન્ધી બજારની 68 દુકાનો કપાતમાં જશે, રથયાત્રા બાદ ડિમોલિશન કરાશે

0
Social Share

અમદાવાદ, 3 જુલાઈ, 2026 68 shops in Sindhi Bazaar to be demolished after Rath Yatra શહેરમાં પાંચકુવા દરવાજાથી કાલુપુર દરવાજા સુધી રોડને 9 મીટર અને 12 મીટર સુધી પહોળો કરવાનો મ્યુનિ.દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે કાલુપુરના ઐતિહાસિક રેવડી બજાર અને જુમાની બજારમાં આવતી 523 દુકાનોને દૂર કરવામાં આવશે. એએમસીના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જુમાની બજારના 68 દુકાનોના માલિકોને 30 દિવસની કાનૂની નોટિસ પાઠવીને સ્થળોનો પ્રત્યક્ષ કબજો સોંપવાની સૂચના આપવામાં આવી છે. રેવડી બજારમાં પણ 455 પણ દુકાનોને નોટિસ આપવામાં આવશે. અને રથયાત્રા પછી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

 અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરની ઓળખ સમા રેવડી બજાર અને કાલુપુરથી સારંગપુર સુધીના વિસ્તારમાં મોટાપાયે ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશનના આયોજન મુજબ પાંચકુવા દરવાજાથી કાલુપુર દરવાજા સુધી રોડને 9 મીટર અને 12 મીટર સુધી પહોળો કરવામાં આવશે અને આ માટે શહેરના કાલુપુરના ઐતિહાસિક રેવડી બજાર અને જુમાની બજારમાં આવતી 523 દુકાનોને દૂર કરવામાં આવશે. જેના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જુમાની બજારના 68 દુકાનોના માલિકોને 30 દિવસની કાનૂની નોટિસ પાઠવીને સ્થળોનો પ્રત્યક્ષ કબજો સોંપવાની સૂચના આપવામાં આવી છે. તેમજ રેવડી બજારમાં પણ અન્ય 455 પણ દુકાને આવી રીતે નોટિસ આપવામાં આવશે. રથયાત્રા પછી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોર્પોરેશનના આ નિર્ણયને લઈને રેવડી બજારના દુકાનદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

સિંધી કેબીન એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું કે, હાલ એએમસી દ્વારા  નોટિસ આપવામાં આવી છે આમાં રેવડી બજારમાં કુલ 523 દુકાનો છે. આમાં મુખ્ય ત્રણ ભાગ છે જેમાં એક જગ્યાએ 455, બીજા ભાગમાં 48 અને અન્ય 20 દુકાનો આવેલી છે. જેમાંથી ફક્ત 48 દુકાનદારો વાળાને નોટિસ આપવામાં આવી છે. જો રોડલાઈન કરવી હોય તો 48 દુકાને તોડવાથી રોડલાઇન ન બને. એમાં લાયસન્સ વાળા દુકાનદારોને પણ નોટિસ આપે તો રોડલાઈન બની શકે. અમે 48 દુકાનદારો 1952 થી લાયસન્સ ધારકો છીએ અને અત્યાર સુધી એએમસીને ભાડું તો ભરીએ જ છીએ. જો અમારી દુકાનો તૂટી જશે તો બધા માણસો બેઘર થઈ જશે. એક દુકાન પર ચારથી પાંચ લોકો કામ કરે છે, તેમની રોજીરોટી છીનવાઈ જશે. આ 48 દુકાન નથી 48 પરિવાર છે. બધાને તકલીફ થશે. અહીંયા હાથલારી વાળા પણ કામ કરે છે, તેમનું પણ કામ બંધ થઈ જશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code