1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના મુખ્ય જળાશયોમાં 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, સૌને પુરતું પાણી મળી રહેશે
ગુજરાતના મુખ્ય જળાશયોમાં 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, સૌને પુરતું પાણી મળી રહેશે

ગુજરાતના મુખ્ય જળાશયોમાં 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, સૌને પુરતું પાણી મળી રહેશે

0
Social Share

ગાંધીનગર, 12 માર્ચ 2026: 72 percent water available in Gujarat’s main reservoirs મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની માહિતી મેળવી હતી.

આ અંગે વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ કુલ ૬.૪૬ લાખ MCFT એટલે કે, ૭૨ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીનો જથ્થો ૪.૧૫ ટકા વધારે એટલે કે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઉનાળામાં લોકોને પીવા અને સિંચાઈ માટે પુરતુ પાણી મળી રહેશે.

ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જ હાલની સ્થિતિએ ૭૪ ટકાથી વધુ એટલે કે ૨.૪૭ લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૨.૩૪ લાખથી વધુ MCFT પાણીનો જથ્થો જળાશયોમાં ઉપલબ્ધ છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં ૬૫,૧૭૯ MCFT, ઉત્તર ગુજરાતમાં ૪૧,૮૪૨ MCFT, સૌરાષ્ટ્રમાં ૫૩,૬૨૧ અને કચ્છ વિસ્તારમાં ૪,૩૯૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code