1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ભારે વરસાદ બાદ મ્યુનિ. કોર્પોરેશને યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી
સુરતમાં ભારે વરસાદ બાદ મ્યુનિ. કોર્પોરેશને યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી

સુરતમાં ભારે વરસાદ બાદ મ્યુનિ. કોર્પોરેશને યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી

0
Social Share
  • 2000 જેટલા સફાઈ કામદારોએ 10 જેસીબી સાથે શરૂ કર્યું સફાઈ અભિયાન,
  • રોગચાળો ન ફેલાય તે માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી,
  • આરોગ્ય વિભાગ દ્વારા 9450 ફૂડ પેકેટ, 4620 પાણીની બોટલનું વિતરણ કરાયું

સુરતઃ શહેરમાં સોમવારથી પડેલા ભારે વરસાદને લીધે શહેરના અનેક વિસ્તારો જલબંબોળ બન્યા હતા. શહેરમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. હવે રોડ પર ભરાયેલા પાણી ઓસરી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મ્યુનિના બે હજાર જેટલા સફાઈ કામદારોએ 10 જેસીબી અને 27 ટ્રકનો ઉપયોગ કરી સફાઈ કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત 160 સર્વેલન્સ વર્કરોએ 29,046 વસ્તીનો સર્વે કરી 13,636 કલોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરત શહેરમાં ગત સોમવારથી ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.દરમિયાન મેઘરાજાનું જોર ઘટતા  શહેરના રોડ-રસ્તાઓ પર ભરાયેલા પાણી ઓસરવાનું શરૂ થયું છે. જે વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે, તે વિસ્તારમા સફાઈ કરવા સાથે આરોગ્ય લક્ષી કામગીરી મ્યુનિ. દ્વારા હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદના કારણે શહેરના વરાછા ઝોન-એ ના સણીયા હેમાદ, પુણા, કાપોદ્રા, વરાછા ઝોન-બીના સરથાણા, સીમાડા, રાંદેર ઝોનમાં પાલનપુર અને પાલ, કતારગામ ઝોનના કતારગામ, ડભોલી, છાપરાભાઠા, ઉધના ઝોન-એના ઉધના સંઘ, સોનલ ભેદવાડ, મીરાનગર, ઉધના ઝોન-બીના કનસાડ ગામ, લિંબાયત ઝોનના મીઠી ખાડી, આંજણા, ઉમરવાડા, પરવત તેમજ અઠવા ઝોનના રસુલાબાદ વિસ્તારોમાં નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ઓસરતા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મ્યુનિની આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગના 228 સુપરવાઇઝરોના સઘન મોનિટરિંગ અને સુપરવિઝન હેઠળ 1962 સફાઈ કામદારો 10 જેસીબી, 27 ટ્રક વડે અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 94.67 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરી, 5038 કિ.ગ્રા. જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા 9450 ફૂડ પેકેટ, 4620 પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code