Homeગુજરાતીચક્રવાત દિત્વાના પગલે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના

ચક્રવાત દિત્વાના પગલે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી: ચક્રવાતી વાવાઝોડું “દિત્વાહ” છેલ્લા છ કલાકમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે અને ત્યાં કેન્દ્રિત છે. આ વાવાઝોડું કરાઈકલથી લગભગ 80 કિમી પૂર્વમાં, પુડુચેરીથી 160 કિમી દક્ષિણ – દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 250 કિમી દક્ષિણમાં સ્થિત છે.

આગામી 24 કલાક દરમિયાન ઉત્તરી તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની સમાંતર લગભગ ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે.પ્રાદેશિક હવામાન વિભાગની માહિતી અનુસાર, કુડ્ડલોર અને નાગપટ્ટિનમ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.કેન્દ્રીય ગૃહ સચિવે તમિલનાડુ, પુડુચેરી, તેલંગાણા અને આંધ્રપ્રદેશના મુખ્ય સચિવો સાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી અને તેમને ઉચ્ચ તકેદારી અને સંકલન જાળવવા નિર્દેશ આપ્યો હતો. કોસ્ટ ગાર્ડે તમિલનાડુના દરિયાકાંઠે ત્રણ જહાજો અને એક વિમાન તૈનાત કર્યું છે અને નાના જહાજોને બંદર પર પાછા ફરવાની સલાહ આપી છે. કટોકટીને પહોંચી વળવા 14 આપત્તિ પ્રતિભાવ ટુકડીને તૈયાર રાખવામા આવી છે. ચેન્નાઈમાં પુણે અને વડોદરાથી દસ વધારાની NDRF ટીમોને મોકલવામાં આવી છે.

હવામાન વિભાગે ચક્રવાત દિત્વાને પગલે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાતી તોફાનની ચેતવણી આપી છે. હવામાન વિભાગે રહેવાસીઓને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવાની અને ઘરમાં રહેવાની સલાહ આપી છે. માછીમારોને સોમવાર સુધી શ્રીલંકા, તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવાની પણ સલાહ આપવામાં આવી છે.હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, પુડુચેરી, કરાઈકલ અને તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ચક્રવાત દિત્વાને પગલે, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ સેવાઓમાં ઓછામાં ઓછો વિક્ષેપ પડે અને મુસાફરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી સુનિશ્ચિત થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરી.તેમણે દક્ષિણ રેલ્વેના જનરલ મેનેજર અને અધિકારીઓ સાથે પગલાંની સમીક્ષા કરી.

વૈષ્ણવે મુસાફરોને મદદ કરવા માટે હેલ્પલાઇન અને પેસેન્જર સહાયતા ડેસ્ક સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.તેમણે સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિ પર નજર રાખવા અને કોઈપણ પ્રતિકૂળ ઘટના માટે સતર્ક રહેવા માટે વિભાગીય, પ્રાદેશિક અને રેલ્વે બોર્ડ સ્તરે વોર રૂમ સક્રિય કરવા નિર્દેશ આપ્યો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img