1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. AMCનું 17018 કરોડનું ડ્રાફટ બજેટ, શહેરમાં વધુ 3 ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે
AMCનું 17018 કરોડનું ડ્રાફટ બજેટ, શહેરમાં વધુ 3 ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે

AMCનું 17018 કરોડનું ડ્રાફટ બજેટ, શહેરમાં વધુ 3 ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે

0
Social Share

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026:  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની દ્વારા આજે વર્ષ 2026-27નું રૂપિયા 17018 કરોડનું  ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિની ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની હોવાથી કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ડ્રાફ્ટ બજેટમાં પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટનું કદ રૂ. 17018 કરોડનું છે. ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. તેમજ શહેરના બોપલ રીંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિની ચૂંટણીનું વર્ષ હોવાથી ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે. બજેટમાં વિકાસ કામોની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષે મહિલાઓ માટે નવા 25 જેટલા પિંક ટોઇલેટની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાં 11 અને પૂર્વ વિસ્તારમાં 14 જેટલા પિંક ટોયલેટ બનાવવામાં આવશે. જોધપુર વિસ્તારમાં મહિલા જીમની પણ જાહેરાત કરવામાં આવી છે. 5 ઘોડિયા ઘર પણ બનાવવામાં આવશે. નાના બાળકો માટે 50 માર્ક્સ આંગણવાડી અને નવી 100 આંગણવાડી પણ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code