1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાસપોર્ટ અને પોસ્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી મળી ધમકી, તંત્ર એલર્ટ
પાસપોર્ટ અને પોસ્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી મળી ધમકી, તંત્ર એલર્ટ

પાસપોર્ટ અને પોસ્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી મળી ધમકી, તંત્ર એલર્ટ

0
Social Share

અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2026: E-mail threat to blow up passport and post offices ગુજરાતમાં સુરતની પાસપોર્ટ ઓફિસ તેમજ પોસ્ટ ઓફિસ સહિત ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ સહિતની પોસ્ટ કચેરીઓને ઈ-મેઈલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાતા અફડા-તફડી મચી ગઈ હતી. પોલીસ, બોમ્બ સ્કવોર્ડ ડોગ સ્કવોર્ડ સહિત કાફલો દોડી ગયો હતો. અને બિલ્ડિંગોમાં જીણવટભરી તપાસ કરી હતી પણ શંકાસ્પદ કોઈ વસ્તુ મળી નહતી.

ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે સુરત, ભાવનગર, અમરેલી સહિતના રાજ્યના મોટાભાગના શહેરોમાં પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેઈલ મળતા તંત્ર દોડતું થયું હતું. તાબડતોડ બોમ્બ-ડોગ સ્કવોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા આ મેઈલના સ્ત્રોત અને તેની પાછળના ઈરાદા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત ભાવનગર, અમરેલી, નવસારી-વલસાડ સહિતના શહેરોની પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસે ત્વરિત દોડી જઈને પોસ્ટ ઓફિસને ખાલી કરાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતની લગભગ પોસ્ટ ઓફિસને એક સરખો જ મેઇલ આવ્યો છે, જે પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન્ટના મેઇલમાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ સુરત પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર આજે વહેલી સવારે અંદાજે 5 વાગ્યે એક ઈ-મેઈલ પ્રાપ્ત થયો હતો. આ મેઈલ સંપૂર્ણપણે અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો અને તેમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. ઓફિસ ખુલતાની સાથે જ જ્યારે આ મેઈલ ધ્યાને આવ્યો ત્યારે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક પીપલોદ સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ દ્વારા આધુનિક સાધનો અને ડોગ્સની મદદથી ઓફિસના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code