1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા નજીક મહીસાગર અને નર્મદા કેનાલમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા
વડોદરા નજીક મહીસાગર અને નર્મદા કેનાલમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા

વડોદરા નજીક મહીસાગર અને નર્મદા કેનાલમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા

0
Social Share

વડોદરા, 05 માર્ચ 2026Three youths drowned while bathing in Mahisagar and Narmada canal  શહેર નજીક ગઈકાલે ધૂળેટીના દિને મહીસાગર નદી અને નર્મદા કેનાલમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ વિભાગે નદી અને તળાવમાં લાપત્તા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બે યુવકની શોધખોળ ચાલી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે,  શહેરના સમા-છાણી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગત સાંજે 25 વર્ષીય યુવક અજય શર્મા તેના મિત્ર સાથે નહાવા માટે ગયો હતો. જેમાં નહાતી વખતે અજય શર્મા અચાનક ડૂબવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. જોકે મોડી રાત સુધી યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો. જેથી આજે સવારથી ફરી શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.

ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલી સમા-છાણી નર્મદા કેનાલ પાસે આ ઘટના બની છે. બે યુવાનો કેનાલમાં સ્નાન કરવા માટે ગયા હતા. સ્નાન કરતી વખતે તેમાંથી એક યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ ફાયર બ્રિગેડના જવાનો અને યુવાનો સ્થળ પર હાજર છે. કેનાલમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ શોધવાના પ્રયાસો ચાલુ છે.

બીજા બનાવમાં વડોદરા નજીક ભીમપુરા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં 25 વર્ષનો યુવક આશિષ વર્મા ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતા વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ દોડી ગઈ હતી અને એક કલાકની જહેમત મૃતદેહને બહાર કાઢ્યો હતો. 108 એમ્બ્યુલન્સની ટીમે સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકનો જીવ બચી શક્યો નહોતો. પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ત્રીજી બનાવમાં ઉમેટા મહીસાગર બ્રિજ પાસે મહીસાગર નદીમાં નહાલા પડેલો એક યુવાન ડૂબ્યો હતો. જેની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમે તેની શોધખોળ શરૂ કરી છે. જોકે હજુ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code