1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તાપમાનમાં વધારો થતા શાળાઓ મોર્નિંગ શિફ્ટમાં ચલાવવા શૈક્ષિક સંઘની માગ
તાપમાનમાં વધારો થતા શાળાઓ મોર્નિંગ શિફ્ટમાં ચલાવવા શૈક્ષિક સંઘની માગ

તાપમાનમાં વધારો થતા શાળાઓ મોર્નિંગ શિફ્ટમાં ચલાવવા શૈક્ષિક સંઘની માગ

0
Social Share

ગાંધીનગર, 11 માર્ચ 2026: Demand to run schools in morning shift due to rising temperatures  રાજ્યમાં તાપમાનમાં વધારો થતાં પ્રાથમિક, માધ્યમિક સહિત તમામ શાળાઓનો સમય સવારનો કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માગણી કરવામાં આવી છે. ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને આગામી દિવસોમાં પણ તાપમાન વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય ઉનાળુ વેકેશન સુધી સવારે રાખવા શિક્ષણમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે કે,  આ વર્ષે ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સવારે 11 વાગ્યા પછી તાપમાનમાં ઝડપથી વધારો થાય છે અને હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ પણ જાહેર કરાયુ છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ભારે ગરમી સહન કરીને શાળાએ જવું પડે છે, જેના કારણે તેમના આરોગ્ય અને અભ્યાસ બંને પર અસર પડી શકે છે.

સંઘે વધુમાં જણાવ્યું છે કે, ગરમીના કારણે વિદ્યાર્થીઓમાં થાક, બિમારી અને શૈક્ષણિક કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા રહે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આવનારા દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે. અગાઉ પણ વધુ ગરમીના સમયગાળા દરમિયાન શાળાઓનો સમય વહેલો કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાસંઘે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય અને હિતને ધ્યાનમાં રાખી રાજ્યની ગ્રાન્ટેડ તેમજ સરકારી શાળાઓ મોર્નિંગ શિફ્ટમાં ચલાવવા માગણી કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code