1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વેપારીઓને હની ટ્રેપમાં ફસાવીને તોડ કરતી ગેન્ગની મહિલા સૂત્રધાર પકડાઈ
વેપારીઓને હની ટ્રેપમાં ફસાવીને તોડ કરતી ગેન્ગની મહિલા સૂત્રધાર પકડાઈ

વેપારીઓને હની ટ્રેપમાં ફસાવીને તોડ કરતી ગેન્ગની મહિલા સૂત્રધાર પકડાઈ

0
Social Share

રાજકોટ, 3 જુન, 2026 : Woman from gang that was honey-trapping traders arrested સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા વેપારીઓ, કારખાનેદારો અને ઉદ્યોગપતિઓને પ્રેમજાળમાં ફસાવી, બાદમાં પોલીસ કેસની ધમકી આપી લાખો રૂપિયાનો તોડ કરતી કુખ્યાત હની-ટ્રેપ ગેંગનો જેતપુર સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મુખ્ય મહિલા આરોપી પ્રિયંકા ઉર્ફે પીયુ હંસરાજભાઇ ગીણોયા (રહે. રાજકોટ, મૂળ જામનગર)ને પકડી પાડીને રિમાન્ડ પર લઈ પુછતાછ કરતા અન્ય બે મહિલા સહિત 10 આરોપીના નામ ખુલ્યા છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓને હની ટ્રેપમાં ફસાવતી ગેન્ગની મહિલા સુત્રધારને જેતપુર સિટી પોલીસે દબોચી લીધી છે. આ હનિ-ટ્રેપ ગેંગની યુવતીઓ સોશિયલ મીડિયા દ્વારા ધનિક વેપારીઓ સાથે વાતચીત વધારીને તેમને મળવા બોલાવતી હતી. ભોગ બનનાર વ્યક્તિ જ્યારે મળવા પહોંચે, ત્યારે યુવતીના પુરુષ સાથીદારો ત્યાં ભાઈ અથવા પતિ તરીકે ખોટી ઓળખ આપીને આવી ચડતા હતા. ત્યારબાદ તેઓ ભોગ બનનારને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને કેસ ન કરવાના બદલામાં મોટી રકમ પડાવતા હતા.

 પોલીસ તપાસમાં આ હની-ટ્રેપ નેટવર્કમાં પ્રિયંકા ગીણોયા ઉપરાંત અન્ય 10 સાગરીતોમાં રાજકોટના વિપુલ ઉર્ફે નાગરાજ ભરવાડ, સવજી ઉર્ફે સાગર ઠુંગા, જાનવીબેન ઉર્ફે જાનુ પંચોલી, પૂજાબેન સિધ્યુરા, ગોપાલ ગીરધરભાઇ સિદ્ધપુરા, વિજય ઉર્ફે જાડિયો જોગડીયા, વિશાલ ઉર્ફે રાધે પરમાર, રોહિત વીરજીભાઇ રાઠોડ તથા અમરેલીના આશિષ જયસુખભાઇ વેકરીયા અને નીલેશ કનુભાઇ ચૌહાણના નામ ખુલ્યા હોવાનું પીઆઈ એ.ડી. પરમારે જણાવીને આ ટોળકીનો ભોગ બનેલા અન્ય નાગરિકોએ પણ નિઃસંકોચ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

આરોપી પ્રિયંકા સામે અગાઉ જેતપુર, જામકંડોરણા અને ભેસાણ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. આ સાથે પોલીસ પૂછપરછમાં સ્વીકાર્યું છે કે તેઓએ છેલ્લા 15 મહિનામાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ, વાંકાનેરના વેપારી અને રાજકોટ-જેતપુરના કારખાનેદારોને ખોડલધામ (કાગવડ) તેમજ ગોંડલ ખાતે બોલાવીને શિકાર બનાવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code