Homeગુજરાતીગુજરાતદક્ષિણ ગુજરાતમાં 12 તાલુકામાં પડ્યા ઝાપટાં, 2જી જુલાઈથી ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં 12 તાલુકામાં પડ્યા ઝાપટાં, 2જી જુલાઈથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ, 29 જુન, 2026 : Heavy rains forecast from July 2nd રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતના 12 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં  તાપી જિલ્લાના વાલોડમાં પોણા બે ઈંચ, વલસાડના ઉંમરગામમાં એક ઈંચ તેમજ નાના પોંઢા, ચીખલી, પારડી, કપરાડા, વલસાડ, ડાંગ, ખેરગામ, અંબિકા, અને દોલવણમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. વરસાદને લીધે વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી. આ વખતે મેઘરાજાના આગમનમાં વિલંબ થયો છે. જોકે જુલાઈ મહિનાની શરૂઆતથી રાજ્યભરમાં મેઘરાજા જમાવટ કરશે. એટલે કે 1 જુલાઈએ રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 2 જુલાઈથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 12 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ગઈકાલે 28 જૂને સાંજે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં જેસર તાલુકામાં દેપલાથી જેસર ગામ વચ્ચેના માર્ગ પર વરસાદના પાણી ભરાઈ જતા હાઈવે સંપૂર્ણ બંધ થયો હતો. આજે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓ તેમજ દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાનના આગાહીકારોના કહેવા મુજબ મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવા સંજોગો છે. સુરત. વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં ગુરુવારથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં બુધવારથી  છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પંજાબ બિહારથી વિસ્તરેલું ચોમાસું ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી દિવસોમાં વરસાદ જોર પકડી શકે છે. બુધવારના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કલાકના 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ગુરુવારે વરસાદનું જોર વધી શકે છે. ગુરુવાર, શુક્રવાર અને શનિવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

સંબંધિત લેખો

Most Popular