છોટા ઉદેપુર, 5 જુલાઈ, 2026 : Vehicles stranded after a gap formed on the Orsang River bridge જિલ્લાના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદીના બ્રિજ પર અચાનક એક મોટું ગાબડું પડતા સુરક્ષાના ભાગરૂપે બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ નેશનલ હાઈવે 56 પર આવેલો હોવાથી હજારો વાહનો અટવાઈ પડ્યા છે.
બોડેલી નજીક ઓરસંગ નદી પર આવેલો આ બ્રિજ આંતરરાજ્ય કનેક્ટિવિટી માટે અત્યંત મહત્ત્વનો ગણાય છે. ગુજરાતમાંથી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તરફ જતા અને ત્યાંથી આવતા તમામ નાના-મોટા વાહનો દરરોજ આ જ હાઈવે પરથી પસાર થાય છે. હાઈવે પરના ઓરસંગ નદીના બ્રિજના છેવાડે ગાબડું પડતાં જ હાઇવે બ્લોક થઈ ગયો છે, જેના લીધે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. આ બ્રિજ માત્ર નેશનલ હાઇવે પૂરતો સીમિત નથી, પરંતુ તે બોડેલી પંથકના સ્થાનિક 100થી વધુ ગામોને બોડેલી શહેર સાથે જોડતી મુખ્ય જીવાદોરી છે. વાહનો માટે બ્રિજ બંધ કરાતાં હાલ ગ્રામજનો, દૂધ અને શાકભાજી લાવતા ખેડૂતો તેમજ શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં લોકો જીવના જોખમે બ્રિજ પરથી પગપાળા પસાર થવા મજબૂર બન્યા છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ ઓરસંગ નદી પરનો આ વર્ષો જૂના બ્રિજનો એક ભાગ અગાઉ તૂટી ગયો હતો, જેને પગલે છેલ્લા બે વર્ષથી અહીં રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી ચાલતા મેન્ટેનન્સ છતાં બ્રિજ પર ફરી મોટું ગાબડું પડતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકો અને વાહનચાલકો હવે વ થી આ જર્જરિત બ્રિજને બદલે નવો અને મજબૂત બ્રિજ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.


