અમદાવાદ, 3 સપ્ટેમ્બર, 2026 : Union Home Minister Amit Shah’s Gujarat visit postponed કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તા, 3જી સપ્ટેમ્બરથી 5મી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના પ્રવાસે આવવાના હતા. અને વિકાસના કામોના લોકાર્પણ કરવાના હતા. પણ કોઈ કારણસર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો આજથી ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાવાના હતા, જે હવે મુલતવી રાખવામાં આવ્યા છે.
ભાજપના સૂત્રોના કહેવા મુજબ અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવવાના હતા. પ્રવાસ દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના કાર્યક્રમો નિર્ધારિત હતા. પણ તેમનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ મુલતવી રહ્યો છે. અમિત શાહના ગુજરાત પ્રવાસની નવી તારીખ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નવી તારીખ નક્કી થયા બાદ મુલતવી રાખવામાં આવેલા વિકાસકાર્યોના કાર્યક્રમો ફરીથી યોજાશે.


