અમદાવાદ, 16 સપ્ટેમ્બર,2026 : UPI payments above Rs 2000 will be charged 0.4% ગુજરાત સહિત દેશભરમાં યુપીઆઈથી પેમેન્ટનો વ્યવહાર વધતો જાય છે. છૂટાથી માથાકૂટથી બચવા હવે મોટાભાગના વેપારીઓ પણ ગ્રાહકો યુપીઆઈથી પેમેન્ટ કરે એવું ઈચ્છતા હોય છે. ત્યારે હવે સરકારે 15મી ઓક્ટોબરથી યુપીઆઈથી રૂપિયા 2000થી વધુના પેમેન્ટ પર 0.4 ટકા ચાર્જ વસુલવાનો નિર્ણય કર્યો છે. આ રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન પર નિર્ભર કરશે. આ શુલ્ક ગ્રાહકો પાસેથી નહીં, પરંતુ વેપારીઓ પાસેથી લેવામાં આવશે.
NPCI એ UPI મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નું નવું માળખું જાહેર કર્યું છે, જે 15 ઓક્ટોબર, 2026 થી લાગુ પડશે. હવે 2,000 રૂપિયા સુધીના UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે. 2,000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર વેપારીઓએ 0.40% MDR ચૂકવવો પડશે, જેની મહત્તમ મર્યાદા 300 રૂપિયા રહેશે. જોકે, ગ્રાહકો માટે UPI પેમેન્ટ મફત રહેશે. નાના વેપારીઓને પણ છૂટ મળશે.
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે સોમવારે નોટિફિકેશન બહાર પાડીને આ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતા પેમેન્ટને પણ આ છૂટમાં સામેલ કરવામાં આવ્યું છે. NPCIનું સંશોધિત UPI MDR Framework 15 ઓક્ટોબર 2026થી લાગુ થશે. આ બદલાવ અંતર્ગત ગણતરીના UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ કરવામાં આવશે. જો કે ગ્રાહકો માટે UPIથી ચુકવણી પહેલાની માફક ફ્રી રહેશે. એટલે કે, ગ્રાહકોને UPI દ્વારા પૈસા મોકલવા અથવા દુકાનદારને ચુકવણી કરવા પર કોઈ વધારાનો ચાર્જ આપવો પડશે નહીં. નવા નિયમ અનુસાર, મુખ્ય રીતે મર્ચન્ટ પેમેન્ટ અને UPI ઇકોસિસ્ટમના ખેલાડીઓ પર પડશે.
સૂત્રોના કહેવા મુજબ જુલાઈ 2026 સુધીમાં 741 બેંકો UPI સાથે જોડાઈ હતી. માત્ર જુલાઈમાં લગભગ 2,366 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા, જેની કુલ રકમ લગભગ ₹29.88 લાખ કરોડ રહી. નાણાકીય વર્ષ 2025-26માં દેશના કુલ ડિજિટલ પેમેન્ટમાં UPIનો હિસ્સો લગભગ 84% રહ્યો. એટલે કે, નાની દુકાનોથી લઈને ઓનલાઈન શોપિંગ અને મોટા પેમેન્ટ સુધી, UPI રોજિંદા ડિજિટલ પેમેન્ટનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે.


