HomeગુજરાતીગુજરાતCMએ વિકાસ કામોને ગતિ આપવા બનાવી માર્ગદર્શિકા, ટેન્ડર માટે સમયમર્યાદા નિર્ધારિત

CMએ વિકાસ કામોને ગતિ આપવા બનાવી માર્ગદર્શિકા, ટેન્ડર માટે સમયમર્યાદા નિર્ધારિત

ગાંધીનગર, 21 સપ્ટેમ્બર, 2026 :  CM formulates guidelines to speed up development works  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વિકાસ અને બાંધકામના કામો વધુ ઝડપી બને અને વહીવટી પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ ન થાય તે હેતુથી ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે વિવિધ કક્ષાએ મહત્તમ સમયમર્યાદા નક્કી  કરતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો કર્યો છે.

ગુજરાતમાં વિકાસના કામોમાં થતા વિલંબ સામે મુખ્યમંત્રીએ નવી જ માર્ગદર્શિકા જાહેર કરી છે. હાલ પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે ૧૨૦ દિવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો. હવે ટેન્ડર મંજૂરી પ્રક્રિયા મહત્તમ ૫૧ થી ૬૬ દિવસમાં પૂર્ણ કરવી પડશે. મુખ્યમંત્રીએ કામો ઝડપથી શરૂ થાય તે સુનિશ્ચિત કરવા હવે કડક સમયમર્યાદા લાગુ કરી છે.

મુખ્યમંત્રીએ જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ જે કામોમાં પુર્વ પાત્રતાની જોગવાઇ નથી એ સિવાયના ટેન્ડરો માટે( જ્યાં માત્ર ફાયનાન્સીયલ બીડ હોય ) : ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ ૫૧ દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. તેમજ કામમાં ઇજારદારોની પુર્વ પાત્રતાની  જોગવાઈ ધરાવતા ટેન્ડરો માટે( જ્યાં ટેક્નીકલ અને  ફાઇનાન્સિયલ બીડ બે બીડ હોય તેવા ટેન્ડર) : તમામ સ્તરે ચકાસણી સાથેની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ  ૬૬ દિવસમાં પૂર્ણ કરવાની રહેશે

આ ઉપરાંત ટેન્ડરની વેલિડિટી (Tender Validity)નો પ્રવર્તમાન ૧૨૦ દિવસનો ગાળો ઘટાડીને ૯૦ દિવસ કરવામાં આવ્યો છે. નિયમોનુસાર બહોળી પ્રસિદ્ધિ આપી એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સામાં અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો (Negotiation) કરવાનું ટાળવાનું રહેશે. વાટાઘાટો અનિવાર્ય બને તો તે એક જ સ્તરે (સક્ષમ સત્તાધિકારી કક્ષાએ) પૂર્ણ કરવાની રહેશે.  એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં.  તેમજ જો નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ  નહી થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લઇને  જે તે અધિકારીની જવાબદારી નિર્ધારિત કરવામાં આવશે. અધૂરી દરખાસ્તો ને કારણે થયેલ વિલંબની સંપૂર્ણ જવાબદારી જે-તે રજૂ કરનાર કક્ષાની રહેશે તેમ પણ નિયત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયોના પરિણામે રાજ્યમાં રસ્તા, પુલ અને સરકારી મકાનો સહિતના પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયા ત્વરિત અને વધુ પારદર્શક બનશે. એટલુ જ નહિ, કામો નિયત સમયમર્યાદામાં શરૂ કરી શકાશે અને પ્રજાજનોને વહેલી સગવડનો લાભ  મળતો થવાથી ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ પણ થશે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular